September 23, 2021
September 23, 2021

આ છે ગુજરાતના નવા ‘નાથ’ની રાજકીય સફર…

પોતાના વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે નવા મુખ્યમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ગુજરાતની પ્રજાને સરપ્રાઈઝ આપી છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ખાસ વિશ્વાસુ નેતા અને અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના 17માં નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. માત્ર 12 ધોરણ પાસ ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે. ચોંકાવનારી વાત એ છે કે ભૂપેન્દ્ર પટેલ 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા તેમજ ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તો ચાલો જાણીએ કોણ છે ગુજરાતના નવા નાથ.

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બનાવ્યા છે. અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે ભુપેન્દ્ર પટેલ. આનંદીબહેન પટેલના નજદીકી સાથીદાર અને ઔડાના પૂર્વ ચેરમેન ભુપેન્દ્ર પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો છે.અમદાવાદમાં 2017ની વિધાનસભા ચૂંટણી માં આનંદી બહેનના પ્રસતાવ પર જ ભુપેન્દ્ર પટેલને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ટીકીટ મળી હતી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયા વિધાનસભાની બેઠક પૂર્વ સીએમ આનંદીબેન પટેલની બેઠક ગણાય છે. આ બેઠક પર ભાજપે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલને ટિકિટ આપી હતી. જેની સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર શશીકાંત પટેલને ઉતાર્યા હતા. વિધાનસભામાં સૌથી વધુ મતદારો ધરાવતા આ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈને 1,17,750 મતની સરસાઈ સાથે કુલ 1,75,652 મત મેળવી વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને 57,902 મત જ મળ્યાં હતા. પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે ભૂપેન્દ્ર પટેલ.

 66 ,  1