અનાથ દીકરીઓના પાલક પિતા બન્યા સુરતના વેપારી, 300 દીકરીઓના કરાવ્યા લગ્ન

આ ગુજરાતીની સમાજસેવાને સલામ

ગુજરાતના સુરતના દિગ્ગજ વેપારી મહેશ સવાણી પી.પી.સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષે અનાથ દીકરીઓના લગ્ન કરાવવાનું મહાન કામ કરે છે. ત્યારે આ વખતે 4થી અને 5મી ડિસેમ્બર બે દિવસ ૩૦૦ દીકરીઓના લગ્નોત્સવનું આયોજન કરાયું છે જેમાં મુસ્લિમ, શિખ, ઈસાઈ અને હિન્દુ દીકરીઓનો સમાવેશ થાય છે. આ 300 દીકરીઓમાં 9 મહારાષ્ટ્રની, 2 યુપીની, 1 પંજાબની અને એક દિલ્હીની દીકરીનો સમાવેશ થાય છે.

પીપી સવાણી ચૈતન્ય વિધાસંકુલના ગ્રાઉન્ડમાં યોજાયેલ આ સમૂહલગ્નમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મની 300 દીકરીઓ તેમની ધર્મ-વિધિ પ્રમાણે પ્રભુતામાં પગલાં પાડશે.

આપને જણાવી દઈએ કે, બે દિવસના આ ભવ્ય લગ્ન સમારોહમાં કોવિડની ગાઈડલાઈન પ્રમાણે મર્યાદિત લોકોની હાજરી સાથે બે દિવસમાં સવાર-સાંજ એમ ચાર તબક્કામાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 300 દીકરીઓમાંથી 103 દીકરીઓ એવી છે કે, જેને પિતા અને માતા કે મોટાભાઈ એવો કોઈ આશરો નથી. આ સમૂહ લગ્નોત્સવમાં પ્રથમ વખત શીખ પરિવારની દીકરીનાં પણ લગ્ન લેવાશે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી