કૉલ કરવા હવે થઇ જશે મોંઘા, વૉડાફોન-એરટેલ આગામી વર્ષે આટલા ટકા વધારી શકે છે ટેરિફ પ્રાઇસ

ટેલીકોમ કંપનીઓ નવા વર્ષે આપને મોટો આંચકો આપી શકે છે. રિપોર્ટ મુજબ, વોડાફોન આઇડિયા અને એરટેલ પોતાના ટેરિફને 10-20% સુધી વધારવાનો પ્લાન કરી રહી છે. મળતી માહિતી મુજબ આ કંપનીઓ હજુ નુકસાનમાં ચાલી રહી છે અને તેના કારણે ટેરિફમાં વધારા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કંપનીઓ નવા ટેરિફની જાહેરાત ડિસેમ્બરના અંત કે 2021ની શરૂઆતમાં કરી શકે છે. આ મામલા સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે હજુ ટેલીકોમ કંપનીઓ રેગ્યૂલેટર તરફથી ફ્લોર પ્રાઇઝ ફિક્સ કરવાની રાહ જોઇ રહી છે.

સુત્રો મુજબ, હજુ ટેલિકૉમ કંપનીઓ રેગ્યૂલેટરની તરફથી ફ્લૉર પ્રાઇસ ફિક્સ કરવાનો ઇન્તજાર કરી રહી છે. જોકે કંપનીઓ 25 ટકા ટેરિફ પ્લાન વધારવા ઇચ્છે છે, પરંતુ એકસાથે આટલો બધો વધારો સંભવ નથી. વૉડાફોન, એરટેલ અને જિયોએ ગયા વર્ષે ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો.

વૉડાફોન-આઇડિયાના એમડી રવિન્દર ટક્કરનુ કહેવુ છે કે ટેરિફના ભાવ હજુ વધશે. ટક્કરે વર્ષની બીજા ત્રિમાસિક પરિણામો બાદ જ ભાવ વધારવાના સંકેતો આપી દીધા હતા. તેમને કહ્યું હતુ કે યોગ્ય સમયે ભાવો વધારવામાં આવશે. હાલ વૉડાફોન પ્રતિ યૂઝર 119 રૂપિયા, એરટેલ 162 રૂપિયા અને રિલાયન્સ જિઓ 145 રૂપિયા પ્રતિ યૂઝરના હિસાબથી ચાર્જ કરે છે.

 25 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર