5 વર્ષ બાદ કરવાચોથ પર યોજાશે આ દુર્લભ સંયોગ

જાણો કરવાચોથની વ્રર્તની તિથિ અને મૂર્હુત

દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે મહિલાઓ પોતાના પતિની દીર્ઘાયુ માટે નિર્જળા વ્રત કરે છે. તેને કરવાચોથ કહેવામાં આવે છે.

મહિલાઓ રાત્રે ચંદ્રનો દિદાર કરીને પોતાના પતિનો ચહેરો જોવે છે અને પતિના હાથે પાણી પીને વ્રત ખોલે છે. આ વર્ષે વ્રત 24 ઓક્ટોબર રવિવારે છે અને માનવામાં આવી રહ્યું છે આ વર્ષે એવો દુર્લભ સંયોગ યોજાવાનો છે જેની સીધી અસર વ્રત પર પડશે.

કરવાચોથના વ્રતનું મહત્વ
કરવા ચોથના વ્રતને લઇને શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી માત્ર પતિનું આયુષ્ય લાંબુ નથી થતું પરંતુ વૈવાહિક જીવનની મુશ્કેલીઓ પણ દુર થઇ જાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પરિવારથી સંકટ જોજનો દૂર રહે છે. કહેવામાં આવે છે કે માતા પાર્વતીએ શિવશંભુને પામવા માટે આ વ્રત કર્યું હતું.

કરવાચોથ વ્રતની તિથિ અને મૂર્હુત
આ વર્ષે આ વ્રત 24 ઓક્ટોબર રવિવારે છે. જેનું શુભ મૂર્હુત રવિવારે સવારે 3 વાગીને 1 મીનિટથી સમાપન 25 ઓક્ટોબર 5 વાગીને 43 મિનીટ.

5 વર્ષ બાદ યોજાશે સંયોગ
આ વર્ષે દુર્લભ સંયોગ યોજાશે. કરવાચોથની પૂજા રોહીણી નક્ષત્રમાં કરવામાં આવશે. જેનાથી તમારા અને તમારા પતિ વચ્ચેનો સંબંધ વર્ષો વર્ષો સુધી મધુર થઇ જશે. કપલ વચ્ચેના ઇશ્યુનો અંત આવશે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી