September 20, 2021
September 20, 2021

વતન પ્રેમ યોજના : રાજ્ય સરકારની આ યોજના જેનાથી થશે ગામડાઓની કાયાપલટ

એક વર્ષમાં 1 હજાર કરોડના કામ શરૂ કરાશે

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વતન પ્રેમ યોજનાની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ગામડાઓના વિકાસને લઈ દેશ કે દેશ બહાર વસતા ગુજરાતીઓને પોતાના વતનના વિકાસ માટે દાન આપવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. દેશ કે દેશની બહાર વસતા અને ગુજરાતના વતની કોઈ પણ દાતા અથવા જે તે ગામની વ્યક્તિના દાન અને રાજ્ય સરકાર ગામડાઓમાં વધુ સારી જનહિતકારી સુવિધા ઉભી કરવા માટે કામ કરવામાં આવશે.

વતન પ્રેમ યોજના અંતર્ગત દાતાઓ પોતાના ગામમાં 60 ટકા કે વધુ રકમનું દાન આપીને કામ કરાવી શકશે. આ કામગીરીમાં ખૂટતી 40 ટકા રકમનું અનુદાન રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. ડિસેમ્બર 2022 સુધીમાં આ યોજના અંતર્ગત 1 હજાર કરોડ રૂપિયા વિવિધ જનહિત સુવિધા-સુખાકારીના કામો માટે વાપરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વતન પ્રેમ યોજનામાં વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવેલો છે. શાળાના ઓરડાઓ અથવા સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી મધ્યાહ્ન ભોજનનું રસોડું, સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત-ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, CCTV કેમેરા સર્વેલેન્સ સિસ્ટમ, સ્મશાન ગૃહ, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા તથા ગટર વ્યવસ્થા, તળાવ બ્યુટીફિકેશન, એસ.ટી સ્ટેન્ડ, સોલાર એનર્જીથી સ્ટ્રીટલાઈટ અને પાણીના ટ્યુબવેલ, કૂવાની પાણીની ટાંકીની મોટર ચલાવવાના કામો વગેરે કામો હાથ ધરી શકાશે.

 14 ,  1