હિરોઈનનેે પણ ટક્કર આપે છે KKRના સ્ટાર ક્રિકેટરની આ પત્ની, જુઓ Photos

ખૂબ જ ગ્લેમરસ છે નીતીશ રાણાની પત્ની સાચી મારવા

ભારતીય ક્રિકેટરન યુવાન ઓલ રાઉન્ડર નીતીશ રાણાનાની પત્ની સાચી મારવા ખૂબ જ ગ્લેમરસ છે. જો તમે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર નાખો તો તમને તેમના સુંદર ચિત્રો જોવા મળશે.

કોલકાતા નાઇટ રાઇડર્સના આક્રમક બેટ્સમેનમાં સામેલ નીતિશ રાણાએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં પોતાની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ સાંચી મારવાર સાથે લગ્ન કર્યા હતા. 

આઇપીએલ 14ની ત્રીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સના બેસ્ટમેન નીતિશ રાણાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ૫૬ બોલમાં 80 રનોની પારી રમી હતી. ચેન્નઇમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને કેકેઆરને બેટિંગ આપી હતી. 

નીતિશ રાણાએ તેની પારીમાં 9 ફોર અને 4 સિક્સ મારી હતી. તે સ્પિનર મોહમ્મદ નબીની ઓવરમાં વિજય શંકરના હાથે કેચ થયો હતો. આ પહેલાં ફિફ્ટી પૂરી કર્યા બાદ તેણે ખાસ અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું. તેણે ફિફ્ટી માર્યા બાદ આંગળીની રિંગ બતાવી હતી. એવું લાગ્યું કે, તેણે પોતાની આ પારી પત્ની સાંચી મારવાહને સમર્પિત કરી. નીતિશ રાણાએ 37 બોલમાં 50 રન પૂરા કર્યા હતા.

7 ડિસેમ્બર 1991માં દિલ્હીમાં જન્મેલી સાંચી વ્યવસાયે ઇંટીરિયર ડિઝાઇનર છે. તેણે ગ્રેજ્યુએશન દરમિયાન પ્રખ્યાત ઇન્ટર્નશિપ કરી હતી. તેણે 2016માં નવી દિલ્હીમાં પોતાનો ઇંટીરિયર ડિઝાઈન સ્ટૂડિયો પણ ખોલ્યો છે.

ઇંટીરિયર ડિઝાઇનિંગમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચુકેલી સાંચીને ટ્રાવેલિંગ પણ ઘણું પસંદ છે. સાથે પુસ્તકો વાંચવાનો પણ શોખ છે. સાંચીના મનપસંદ ખેલાડીઓની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને જ્લાટન ઇબ્રાહિમોવિચ સામેલ છે.

નીતીશ અને સાંચી બંને એક બીજાને કેટલો પ્રેમ કરે છે, તે તસવીરોમાં પણ જોવા મળે છે. તેમની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. સાંચીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે અમે એકબીજાને મળીએ છીએ ત્યારે ખૂબ જ અલગ હતા, આપણી જીવનશૈલી ઘણી અલગ હતી, આપણી પૃષ્ઠભૂમિ જુદી હતી. મને પાર્ટી કરવાનું અને ત્યાં જવાનું પસંદ હોવાથી, નીતીશ શરમાળ અને ઘરે રહેવાનો છોકરો હતો. તેમણે કહ્યું કે હવે વસ્તુઓ બદલાઈ ગઈ છે, કારણ કે આજે મને ઘરે રહેવાનું પસંદ છે અને નીતીશ પાર્ટી પ્રેમી બની ગયા છે.

આ દંપતીએ આ ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે ઘણી વખત નજીવી બાબતોને લઈને બંને વચ્ચે ઝઘડો થતો હોય છે. નીતીશ રાણાએ કહ્યું કે અમારા ઓરડામાં એક ઓશીકું છે, હું અને સાંચી તે ઓશીકું ઉપર કોણ સૂઈ જશે તે જોવા માટે ઘણી વાર તે ઓશીકું ઉપર લડવું પડે છે.

 123 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર