જૂનાગઢની લીલી પરિક્રમામાં માત્ર 400 લોકોને જ મંજૂરી

પરિક્રમમાં કોને સમાવવા તેનો નિર્ણય સાધુ સંતો અને મનપા કરશે

ગુજરાતભરમાં કોરોનાના નવા નહીંવત કેસો સામે આવ્યા રહે છે જેને પગલે સૌરાષ્ટ્રમાં આસ્થાનું કેન્દ્ર એવા જૂનાગાઢ યોજાતી લીલી પરિક્રમામાં આ વખતે માત્ર 400 લોકોને જ જવાની મંજૂરી આપવામાં આવી છે. આજે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળી બેઠક લીલી પરિક્રમા અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જોકે આ નિર્ણય બાદ હિન્દુ સંગઠનોની નારાજગી પણ સામે આવી છે. નોંધનીય છે કે, કોરોના વાયરસનાં કારણે છેલ્લા બે વર્ષથી લીલી પરિક્રમાનું આયોજન કરી શકાયું ન હતું ત્યારે આ વર્ષે કલેકટરની બેઠકમાં લીલી પરિક્રમાને મંજૂરી આપવામાં આવી છે.

400 લોકોને પરિક્રમામાં જવા માટે અપાઈ મંજૂરી
જૂનાગઢમાં જે લીલી પરિક્રમામાં દર વર્ષે હજારો લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેતા હતા ત્યાં આ વર્ષે માત્ર 400 લોકોને જ પરિક્રમા માટે પરવાનગી આપવામાં આવી છે. હવે આ ચાર સો લોકોનાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે તેનો નિર્ણય સાધુ સંતો અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ મુદ્દે વિશ્વ હિન્દુ સંગઠને નારાજગી વ્યક્ત કરી છે, સંગઠને કહ્યું કે માત્ર ફોર્માલિટી માટે આ બેઠક કરવામાં આવી છે.

નોંધનીય છે કે, 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મંદિરમાં પરંપરાગત કાર્તિકી પૂનમનો ચાલુ વર્ષે પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ નહીંવત છે પરંતુ ત્રીજી લહેરના ભણકારાને ધ્યાનમાં રાખીને તંત્ર સાબદુ થયું છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 1955થી દરવર્ષે યોજાતા કાર્તિકી પૂનમનો મેળો સતત બીજા વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી