માસ્ક નહીં પહેરનારાને દંડવાના બદલે 1 હજારના માસ્ક આપવામાં આવે : મુકેશ પરીખ

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખે દેશના વડાપ્રધાનને 12 ટવીટ કર્યા

મોંઘવારીના મારથી રિબાતી પ્રજાની દયનીય હાલત : ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ

કોરોનાએ સમગ્ર દેશમાં કાળો કેર વર્તાવ્યો છે. આ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે સરકાર તરફથી અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. તે પૈકી માસ્ક નહીં પહેરનારા સામે સરકાર તરફથી 1 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવે છે. આ દંડની રકમની સામે પહોંચ આપવાના બદલે સરકાર તરફથી જાહેર માસ્ક નહીં પહેરનારી વ્યક્તિને 1 હજારની કિંમતના કવોલોટીયુક્ત માસ્ક આપવામાં આવે. તેનાથી બે ફાયદા થશે. એક તો વ્યક્તિ પોતે ગુણવત્તાયુક્ત માસ્ક પહેરતો થઇ જશે. તેથીય વિશેષ વધુ પડતાં માસ્ક જથ્થાંબધ્ધ આવ્યા હોવાથી બીજાને પણ તે પહેરવા આપશે. તેના પણ બે ફાયદાઓ થશે. ગુણવત્તા વગરના માસ્ક બજારમાંથી ગુમ થઇ જશે. અને ગરીબોને રોજીરોટી મળશે તેમ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના ( અખિલ ભારતીય ) પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું છે. તેમણે આ અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને દેશની જનતાની લાગણીને વાચા આપવા માટે ટવીટર એકાઉન્ટમાંથી 12 અલગ અલગ ટવીટ્ કર્યા છે. તેમાં આ પણ એક મહત્વનો મુદ્દો છે.

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ ( અખિલ ભારતીય )ના પ્રમુખ મુકેશ પરીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરેલા અલગ અલગ ટવીટમાં અલગ અલગ પ્રશ્નો અંગે રજૂઆત કરી છે. જેમાં ઓક્સીજન વગર લાઇફ નથી. ગુજરાતને દરરોજ 1500 ટન ઓક્સિજન સપ્લાય કરો, ઓક્સિજનની અછતના કારણે 12 હજાર બેડ ખાલી છે. દર્દીઓને સહકાર માટે દેશના તમામ જિલ્લાઓમાં 24 કલાકમાં પાવરફૂલ કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવે. ગુજરાતના જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વિકરાળ બન્યો છે. ત્યાં ઓક્સિજનનો બફર સ્ટોર નથી કે વેન્ટીલેટર નથી,

તેમણે એમ પણ જણાવ્યું છે કે, તમામ મેડિકલ માફીયાઓને નેશનલ સીકયોરીટી એકટ્ અન્વયે ધરપકડ કરીને જેલ ભેગાં કરો. એટલું જ નહીં પરંતુ વટહુકમ બહાર પાડી દર્દીના જીવને જોખમમાં મૂકતાં મેડિકલ પ્રોડ્કટના કાળા બજાર અને નકલી સામાનના વેચાણ બાબતે દોષિતોને આજીવન કેદની સજા કરવાની જોગવાઇ કરવામાં આવે.

ઉપરાંત આયુષ્યમાન ભારત અને રાજય સરકારના હેલ્થ કાર્ડ ખાનગી હોસ્પિટલો દ્રારા સ્વીકારવામાં આવે. અને હોસ્પિટલોમાં આર્થિક વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવે. અને દર્દીઓના હોસ્પિટલોના બિલ સરકાર અને વીમા કંપનીઓ ચુકવે તેવી ક્રાંતિકારી સ્ક્રીમ અમલમાં મૂકવામાં આવે. તેનાથી અનેક પ્રશ્નોના નિરાકરણ આવી જશે.

મુકેશ પરીખે એક ટવીટમાં એવું પણ જણાવ્યું છે કે, દેશની મોટાભાગની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની પ્રોપર સુવિધા નથી. જેથી કોવિડ 19ના દર્દીઓનું આગ-અકસ્માતમાં મુત્યુ થાય છે. જે સરકાર અને પ્રસાશન માટે શરમજનક ઘટના છે. ક્રિમીનલ ઓફેન્સ છે. કોરોના અને મીની લોકડાઉનના સમયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 80 કરોડ ગરીબોને નિશૂલ્ક 5 કિલો અનાજનો પુરવઠો આપવો તે ક્રૂર મશ્કરી સમાન છે. તેના સ્થાને 50 કિલો ફ્રી અનાજ આપવામાં આવે તેવી માંગ કરી છે. તેમ જ કોરોના કાળ બાબતે કેન્દ્ર સરકાર દ્રારા શ્વેતપત્ર જાહેર કરે, જેમાં મુત્યુના સાચા આકડાં તેમ જ દર્દીઓના હિત માટે મેડિકલ પ્રોડક્ટ, ઓક્સીજન, વેન્ટીલેટર, રેમડેસિવીર ઇન્જેકશનો તેમ જ તમામ મેડીસિનની ઉપલબ્ધતા બાબતે દેશને વિશ્વાસમાં લેવા શ્વેતપત્રમાં તમામ વિગતો જાહેર કરવામાં આવે.

કોરોના કાળ અને લોકડાઉન પીરીયડમાં ગ્રાહકોને રાહત આપવા પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો અટકાવી એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કરવામાં આવે તથા દેશમાં તમામ વ્યક્તિઓને નિશૂલ્ક રસી સમયસર આપવાની વ્યવસ્થા અસરકારક કરી એકસમાન ભાવ રાખવા જોઇએ. પરંતુ બજારમાં ડુપ્લીકેટ અને નિમ્નકક્ષાની રસી ના આવે તે માટે સુરક્ષિત પગલાં લેવામાં આવે તેવી મુકેશ પરીખે માંગણી કરી છે.

 323 ,  1