પાલનપુરમાં 600 GRDની ભરતી માટે હજારો ઉમટ્યા

સરકારી ગુલબાંગો વચ્ચે બેરોજગારીનું વરવું ચિત્ર!

ગુજરાતમાં બેરોજગારી કેટલી છે તેનું મોટું ઉદાહરણ બનાસકાંઠાના પાલનપુરમાં જોવા મળ્યું હતું. પાલનપુરમાં GRDની 600 જગ્યા માટે હજારો ઉમેદવારો ઉમટી પડતાં ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયો હતા.

પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગ્રામ રક્ષદ દળ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે એક સાથે હજારો યુવકો આવી જતા વ્યવસ્થા ખોરવાય હતી.. મહત્વનું છે કે ગ્રામ રક્ષદ દળ માટે 600 જેટલી જગ્યાઓ પર ઉમેદારી ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે ત્યારે તેની સામે એક હજાર જેટલા યુવકો આવી જતા ભરતી માટે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસે ઉમેદવારોને નિયંત્રિત કરવા માટે લાકડી બતાવવી પડી હતી. વધુ અફરાતફરીની સ્થિતિ ન સર્જાય એ માટે ઉમેદવારોને પોલીસે ગેટ પર રોકી રાખ્યાં હતા.

સમગ્ર ગુજરાતમાં બેરોજગારીને પગલે નાની એવી ભરતીમાં પણ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડતા હોય છે, માત્ર 600 લોકોની ભરતી સામે હજારો યુવાનો આવી જતા બેરોજગારીને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે.. 

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી