લાલ કિલ્લા પર હજારો ખેડૂતોની ચડાઈ- ખાલસાનો ધ્વજ ફરકાવ્યો

હિંસક પ્રદર્શન: લાલ કિલ્લા પર ચઢી ગયા આંદોલનકારી, તિરંગો ફરકાવ્યો

દેશની રાજધાની દિલ્હીમાં આઈટીઓ પાસે ખેડૂત પ્રદર્શનકારીઓએ હિંસા શરૂ કરી દીધી છે. ખેડૂતો પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે. ખેડૂત આંદોલનકારી પોલીસ ટીમ પર તલવાર અને લાકડી ડંડાથી હુમલો કરી રહ્યા છે. આ બધા વચ્ચે ખેડૂતોએ પોલીસકર્મીઓ પર ટ્રેક્ટર ચડાવવાની પણ કોશિશ કરી. પોલીસે ભીડ કાબૂમાં કરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા છે. જો કે આમ છતાં ખેડૂતો હટવા માટે તૈયાર નથી. 

તો બીજી તરફ ખેડૂતોએ લાલકિલ્લા પર ચડાઇ કરી હતી. હજાર ખેડૂતોએ લાલકિલ્લાને ઘેરી પોતાનો ધ્વજ ફરકાવ્યો હતો. ખેડૂતો આંદોલનના નામે હવે હિંસક પરેડ પર ઉતરી આવ્યા છે. બસોની બસોને આખે આખી પલટી રહ્યા છે. આ બધું 26મી જાન્યુઆરી પ્રજાસત્તાકના દિવસે બની રહ્યું છે. ખેડૂતોએ નક્કી રૂટ બદલી હવે લાલ કિલ્લા તરફ આગળ વધી રહ્યા છે.

બીજીબાજુ ખેડૂતોને રોકવા માટે પોલીસ દરેક શકય કોશિષ કરી રહ્યું છે તો ખેડૂત સતત ઉગ્ર થઇ રહી છે. કેટલાંક ખેડૂતોએ પોલીસવાળાઓ પર ટ્રેકટર ચઢાવાની પણ કોશિષ કરી. તો એક વૃદ્ધ નિહંગ તલવાર લઇ ખેડૂતોને લલકારતો દેખાયો. દિલ્હી બોર્ડર પર ભેગા થયેલા ખેડૂતોના આદંલોનને આજે બે મહિના પૂરી થઇ ગઇ છે.

 65 ,  1