બાઈડનના શપથ ગ્રહણ માટે હજારો સૈનિકોને બોલાવાયા

20મીએ અમેરિકાની સત્તા પલટાશે, હજારો સૈનિકોની ફોજ આવી વોશિંગ્ટન

નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો શપથવિધિ 20 જાન્યુઆરીએ યોજાનાર છે. આ સમારોહ માટે લાંબા સમયથી તૈયારીઓ ચાલી રહી છે.

શપથ દરમિયાન હિંસા થવાનો પણ ખતરો પહેલાથી વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે હજારો સૈનિકોને વોશિંગ્ટનમાં અત્યારથી જ બોલાવી લેવામાં આવ્યા છે.

અમેરિકી મીડિયાના જણાવ્યા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ્ના સમર્થકો હિંસક તોફાન કરે તેવો ખતરો છે તેવા અહેવાલો પહેલાથી જ આપી દેવામાં આવ્યા હતા અને ચેતવણી જારી કરી દેવામાં આવી હતી ત્યારબાદ સુરક્ષા નો પ્રબંધ મજબૂત બનાવી દેવામાં આવ્યો હતો.


શપથ ગ્રહણ બાદ નવા પ્રમુખ અમેરિકા સામેના સૌથી મોટા અત્યારના ચાર પડકારોની સામે લડવા માટે કંઈક મોટી જાહેરાત કરે તેવી પણ સંભાવના છે. કોરોનાવાયરસ થી અમેરિકા ની હાલત દુનિયાભરમાં સૌથી વધુ ખરાબ થઈ છે ત્યારે તેના સંબંધમાં તેમજ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે તેઓ મોટી જાહેરાત કરી શકે છે.


આ ઉપરાંત પયર્વિરણ સંબંધી કેટલાક મુદ્દાઓ તેમજ રંગભેદી તોફાનો અને માનસિકતા અંગે પણ નવા પ્રમુખ કંઈક નિણર્યિક પગલાં લઈ શકે છે અને આ પૈકીની કેટલીક જાહેરાતો શપથ ગ્રહણ બાદ થઇ શકે છે તેમ માનવામાં આવે છે. અમેરિકી તંત્રના જણાવ્યા મુજબ શપથ ગ્રહણ બાદ અંદાજે એક ડઝન જેટલા પસ્તાવો પણ નવા પ્રમુખ હસ્તાક્ષર કરશે. સાથોસાથ પોતાના કાર્યકાળના પ્રથમ જ દિવસે લાખો અપ્રવાસી લોકોને નાગરિકતા દેવાનુ એલાન પણ કરી શકે છે.

 62 ,  1