શહીદ આરીફને હજારો ભીની આંખોએ આપી અંતિમ વિદાય

જમ્મુ કશ્મીરમાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં વડોદરાના જવાન આરીફ પઠાણ શહીદ થયા હતા. તેમને અંતિમ વિદાય આપવા માટે હજારોની મેદની ઉમટી પડી હતી. ભીની આંખે સહુએ દેશના વીર સપૂતને વિદાય આપી હતી.

ગઇકાલે મંગળવારે રાત્રે જ તેમના મૃતદેહને એરપોર્ટ પર લાવવામાં આવ્યા પછી સયાજી હોસ્પિટલમાં કોલ્ડરૂમમાં મુકવામાં આવ્યો હતો. આજે તેમની દફનવિધી પહેલા તેમના મૃતદેહને નવાયાર્ડ ખાતે આવેલા તેમના ઘરે લઈ જવાયો હતો.

તેમના જનાજામાં દેશભક્તિના ગીતો, ભારત માતા કી જય સહિતનો દેશભક્તિ ભર્યો માહોલ જોવા મળ્યો હતો. તેમના પાર્થિવ દેહને ઘરેથી ગોરવા ખાતે આવેલા કબ્રસ્તાનમાં લઈ જવાયો હતો.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી