મોદી પછી હવે મનોજ તિવારીને પણ મળી પ્રાઈવેટ ધમકી…

દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને તેમના વ્યક્તિગત નંબર ઉપર કોઈએ SMS કરીને મારી નાખવાની ધમકી આપી છે. SMS મોકલનારાએ લખ્યું છે કે તે નેતાની હત્યા કરવા માટે વિવશ છે. તિવારીએ કહ્યું કે આ અજાણ્યા વ્યક્તિએ જરૂર પડ્યે વડાપ્રધાનની પણ હત્યા કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે મેં પોલીસને આ અંગે જાણકારી આપી દીધી છે.

દિલ્હી ભાજપના મીડિયા પ્રભારી નીલકાંત બક્ષીએ જણાવ્યું કે આ અંગે ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે તિવારીના પર્સનલ ફોન પર શુક્રવારે બપોરે 12 વાગે ને 52 મિનિટ પર આ SMS આવ્યો હતો. તેમણે આ SMS શનિવારે સાંજે જોયો અને તરત પોલીસને તેની જાણ કરી.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી