September 28, 2020
September 28, 2020

પોરબંદર : બરડા ડુંગરમાં મહિલા વનકર્મી સહિત 3ની લાશ મળી, હત્યાની આશંકા

બે દિવસથી ગુમ મહિલા વનકર્મી સહિત 3 લોકોની લાશ મળી આવતા ખળભળાટ 

પોરબંદર વન વિભાગમાં ફરજ બજાવતા એક મહિલા બીટ ગાર્ડ, તેના પતિ અને અન્ય એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ત્રણેય લોકો 15મી ઓગસ્ટના રોજ સાંજે લાપતા બન્યા હતા.

મહિલા વનકર્મી સહિત 3ની હત્યાની આશકા સેવાઇ રહી છે. મહિલા વનકર્મીના પતિ શિક્ષક છે. બખલ્લા અને કાટવાણા વચ્ચે થ તેમની ગાડી મળી આવી હતી. આ પછી વન વિભાગ દ્વારા બરડા ડુંગરમાં રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પોરબંદર વન વિભાગમાં છેલ્લા ત્રણે વર્ષથી બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા હેતલબેન કિર્તિભાઇ રાઠોડ, તેમના શિક્ષક પતિ કિર્તિભાઇ રાઠોડ અને રોજમદાર કર્મચારી નાગાભાઇની લાશ મળી આવી છે. તેઓ બરડા ડુંગરમાં તેમની ફરજ પરની બીટ ગોઢાણા બીટ પર ગયા હતા અને બે દિવસથી સંપર્ક વિહોણા બની ગયા હતા.

ગોઢાણા બીટ પર ગયા બાદ ત્રણેય લોકોનો કોઈ સંપર્ક ન થતાં વન વિભાગે તમામની શોધખોળ શરૂ કરી હતી. બાદમાં આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. હેતલબેનનો મોબાઇલ ફોન પર પણ સંપર્ક ન થઈ શકતા વન વિભાગે પણ તપાસ આદરી હતી.

એક સાથે ત્રણ લોકો ગુમ થયા બાદ વન વિભાગ, એલસીબી, એસઓજીની સહિતની ટીમોએ બરડા ડુંગરની આસપાસ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ત્રણેય લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે.

 156 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર