ચોટીલા: ટાયર ફાટતાં કાર કૂવામાં ખાબકી, ત્રણના ઘટનાસ્થળે મોત

સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પસાર થઇ રહેલી કારનું અચાનક ટાયર ફાટતાં, કાર ઉછળીને રોડની સાઇડમાં રહેલા કૂવામાં જઇ ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ યુવકોના મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે સાંજે નાની મોલડીના રહેવાસી ત્રણ મિત્રો ગિરીશ ખાવડુ, સુનીલ જોશી અને હરેશ મારુ કારમાં ગામ તરફ આવી રહ્યા હતા, ત્યારે મોલડી હાઈવે પર વાડીમાં આવેલા 70 ફૂટ ઊંડા કૂવામાં તેમની કાર ખાબકી હતી. આ બાબતની જાણ થતા જ ગામલોકો તરત એકઠા થયા હતા.

ક્રેનની મદદ કાર બહાર કાઢવામાં આવી હતી. જો કે ત્રણેય યુવકોનો કૂવામાં જ જીવ ગયો હતો. ઘટનાના પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા, તો ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા.

 46 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર