રાજકોટમાં આપઘાતના ત્રણ બનાવ, પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ લગાવ્યો ફાંસો : આર્થિક ભીંસમાં યુવકે જિંદગી ટૂંકાવી

ઇલેક્ટ્રિક થાંભલા સાથે લટકી શ્રમિકે મોતને વહાલું કર્યું

રાજકોટમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ તાલુકાના મઘરવાડા ગામે પરિણીતાએ ગળાફાંસો ખાતાં બે દીકરીઓએ માતાનું છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ પીપળીયા નજીક ઈલેક્ટ્રીક થાંભલા સાથે લટકી શ્રમિકે આપઘાત કરતા પોલીસે મૃતકના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે. 

કુવાડવાના મઘરવાડામાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકનાં પિતાએ આક્ષેપ કર્યો હતો કે મારી દીકરીને પખવાડીયા પૂર્વે પણ જમાયએ મારી હતી અને તેના સાસુ-સસરા અને પતિએ જ માર મારી લટકાડી દીધી છે. આ બનાવ અંગે કુવાડવા પોલીસે તુરંત જ મૃતકનાં પતિની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. પરિણીતાના મોતથી બે પુત્રીઓ નોંધારી બની છે.

લક્ષ્મીબેનના લગ્નને સાત વર્ષ થયા હતા. સંતાનમાં બે પુત્રી છે. લક્ષ્મી પાંચ બહેન અને એક ભાઇમાં મોટી હતી. લક્ષ્મીબેને પોતાના ઘરે છતનાં હુક સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે. તેના મૃતદેહને તુરંત જ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતકના પિતા રાણાભાઇ વાલાભાઇ પરમારને જાણ કરવામાં આવતા તેઓ તુરંત રાજકોટ હોસ્પિટલે દોડી ગયા હતા.

રાણાભાઇએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારી દીકરી લક્ષ્મીના રજની સાથે લગ્ન થયા બાદ પતિ રજની અવાર નવાર હેરાન કરતો હતો. તેના સાસુ-સસરા પણ તેને ત્રાસ આપતા હતા. લક્ષ્મીને પખવાડીયા પૂર્વે પણ પતિએ ઢોર માર માર્યો હતો. ત્યારે દીકરીનો કોલ આવતા મેં સમજાવી હતી કે તારા પતિને હું વાત કરીશ તે સમજી જશે. તું તારી પુત્રીઓનું ધ્યાન રાખજે. ગઇકાલે લક્ષ્મીનો પતિ રજની, સાસુ ધનીબેન અને સસરા ભલાભાઇ એમ ત્રણેયે મારી દીકરી લક્ષ્મીને પટ્ટે-પટ્ટે મારીને રૂમમાં છત સાથે લટકાવી દીધી હતી. અને ત્યારબાદ મારી દીકરી વિશે વાત કરવા બેડલા આવ્યા હતા. ત્યારે ત્રણેય કહેતા હતા કે તમારી દીકરી લક્ષ્મી ઘરમાં માથાકૂટ કરે છે.

ગઇકાલે લક્ષ્મીની દીકરી પણ સાથે હોય તે રડવા લાગી હતી અને માતાને માર માર્યો હોવાનું કહેવા લાગી હતી. જેથી તેઓ ઉભા થઇ ઘરે જવા નીકળ્યા હતા. અને ઘરે જઇને મને કોલ કર્યો હતો કે તમારી દીકરી ગળેફાંસો ખાય લટકી ગઇ છે. જેથી આ ત્રણેય ઉપર માર મારી લટકાવી દીધાની શંકા છે. રજનીનાં આ બીજા લગ્ન હતા તેની અગાઉની પત્નીએ પણ દવા પીધી હતી. સાસુ ધનીબેને તેના પુત્ર રજનીને કહ્યું કે તું ઝેરી દવા પીને મરી જા, હવે તારે જેલમાં જવું પડશે. આ બનાવ અંગે કુવાડવા પોલીસે રજનીની ધરપકડ કરી હકીકત જાણવા પૂછપરછ હાથ ધરી છે. તેમજ લક્ષ્મીનાં મોતનું સાચુ કારણ જાણવા માટે તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે.

આર્થિક ભીંસથી કંટાળી કા૨ખાનેદારે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

શહે૨ના કોઠારીયા રોડ પર ગ્રીનપાર્ક નજીક વિજયનગ૨ શેરી નં. 3માં ૨હેતાં અને ગોંડલ રોડ પ૨ શિવ હોટેલની બાજુમાં રેમ્બો પેપ૨ લેમીનેશનનું કા૨ખાનું ચલાવતાં 22 વર્ષીય પ્રિતેશ ધીરૂભાઈ સોજીત્રાએ આજે સવારે પોતાના કા૨ખાનામાં જ પંખાના હુકમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત જોવા મળ્યો હતો. બનાવની જાણ આજીડેમ પોલીસને ક૨વામાં આવતાં સ્ટાફે સિવિલ હોસ્પિટલે પહોંચી કાર્યવાહી શરુ કરી છે.
 

પ્રિતેશ મૂળ કોટડાસાંગાણીના ના૨ણકા ગામનો ૨હેવાસી અને બે ભાઈમાં નાનો હતો. એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતાં. તેમના પિતા લોખંડના કારખાનામાં મજૂરી કામ કરે છે. થોડા સમય પહેલાં જ ગોંડલ રોડ પ૨ લેમીનેશનનું કા૨ખાનું શરૂ કર્યુ હતું. પરંતુ લોકડાઉન આવી જતાં આજ સુધી ધંધો બરાબર ન ગોઠવાતાં આર્થિક ખેંચતાણ ભોગવતો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

 
પ્રિતેશના પરિવારજનોના જણાવ્યાં મુજબ આજે સવારે નિત્યક્રમ મુજબ સવારે ઘરેથી કા૨ખાને પહોંચ્યો હતો. સાડા નવેક વાગ્યે પાછળના ભાગે મજૂરો માલ ભ૨વા આવ્યાં ત્યારે શટ૨ બધં જોતા પ્રિતેશને ફોન કર્યો હતો. બેથી ત્રણ રિંગ પુરી થઈ જવા છતાં ફોન ન ઉપાડતાં શટ૨ ઉંચકાવી અંદ૨ જોતા પ્રિતેશ લટકતો જોવા મળ્યો હતો. બનાવ અંગે પરિવા૨જનોને જાણ ક૨તાં બધા દોડી ગયા હતા અને તાત્કાલિક નીચે ઉતારી 108ને જાણ ક૨તાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા પ્રિતેશને મૃત જાહે૨ કરી આજીડેમ પોલીસને જાણ કરી હતી. કા૨ખાનેદા૨ યુવકે આર્થિક સંકડામણથી આપઘાત કર્યો હોવાનું પરિવા૨જનોએ જણાવ્યું હતું. વધુ તપાસ આજીડેમ પોલીસ ચલાવી ૨હી છે.
 

થાંભલા સાથે લટકી શ્રમિકનો આપઘાત

જામનગર રોડ પર પરાપીપળિયા રેલવે ફાટક નજીક વીજળીના 66 કેવી હેવી લાઈનમાં વીજ પોલની એંગલ સાથે યુવાન ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હોય જે અંગે પરાપીપળિયાના સરપંચે પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને નીચે ઉતારી તપાસ કરતા તેના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જેમા તેનું નામ પ્રદિપકુમાર નારાયણ ખટરે (ઉં.વ..28) અને પોતે છતીસગઢના નરગોડા જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

 16 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર