ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ત્રણ પીધેલી હાલતમાં પકડાયા

ગોંડલ પોલીસે દિવાળીની રાત્રીએ કોંગ્રેસ પ્રમુખ સહિત ત્રણને પીધેલી હાલતમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. કોંગ્રેસ પ્રમુખ સાથે અન્ય 2 વ્યક્તિ પણ નશાની હાલતમાં ‘ડમડમ’ અવસ્થામાં મળી આવતા આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

મળતી વિગત મુજબ ગુંદાળા રોડ ઉપર ગોંડલ સિટી પોલીસના પીએસઆઈ બી. એલ. ઝાલા અને તેની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નશાની શંકાસ્પદ હાલતમાં

આશિષ કુંજડિયા શંકાસ્પદ હાલતમાં મળીએ આવતા પોલીસે તેની પૂછપરછ કરી હતી. આ દરમિયાન પોલીસને જવાબ આપતી વખતે કોંગ્રેસ શહેર પ્રમુખ લથડીયા ખાવા લાગ્યા હતા અને જવાબ આપતા પણ જીભ થોથડાતી હતી. જેથી નશાની હાલતમાં આશિષ કુંજડિયાની પોલીસે અટકાયત કરી હતી. તેની સાથે રહેલા જયસુખભાઈ વાઘસિયા અને ચંદુભાઈ જાડેજા પણ નશો કરેલી હાલત મળી આવતા આ ત્રણેય સામે ગોંડલ સિટી પોલીસ મથકે ગુનો નોંધાયો છે, પોલીસે હાલ ત્રણેયની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી