તાપી નજીક જાનૈયાઓની બસને નડ્યો અકસ્માત, ત્રણના ઘટનાસ્થળે મોત

મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત લગ્નમાં આવતી લક્ઝરી બસને અકસ્માત નડ્યો

તાપીના બાજીપુરા નેશનલ હાઇવે પર ખાનગી બસ અને ટેન્કર અથડાતાં 3 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. દુર્ઘટનાનો ભોગ બનેલી બસ માલેગાંવથી સુરત જાન લઇને જતી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 

મળતી વિગત અનુસાર ટેન્કરની પાછળ બસ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અન્ય 7 લોકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

 81 ,  1