September 23, 2021
September 23, 2021

અમદાવાદ : ઘાટલોડિયાના ગોપાલનગરની ફેકટરીમાં ત્રણ લોકોના મોત

ગેસ લિકેજને કારણે મોત થયાની આશંકા

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે. જેમાં ગોપાલનગરની ફેકટરીમાંથી મૃતદેહ મળ્યા છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. ગેસ લિકેજના કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા છે. ગુગળામણને કારણે મોત થયાથી આશંકા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, કે.કે નગર રોડના પર ગોપાલનગર પાસે પફ બનાવવાના કારખાનામાં મોડી રાતે ત્રણેય કારીગર કારખાનાનો દરવાજો બંધ કરી સુઈ ગયા હતા. રાતે પફ બનાવવાના ઓવનની સ્વીચ ચાલુ રહી ગઈ હતી. જેથી ગુગળામણના કારણે મોત થયું હોવાની પોલીસની પ્રાથમિક જાણકારી મળી છે. ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે. આ દરમિયાન કારખાનાની અંદર રહેલા હસન, ઈબ્રાહિમ તથા અસ્લમ નામના ત્રણ વ્યક્તિઓના ગૂંગળામણના કારણે મોત નિપજ્યા હતા.

 42 ,  1