ભાવનગરમાં મારુતિ કાર તણાતા ત્રણ જણાનાં મોત

અમદાવાદથી ભાવનગર આવતી એક મારૂતિ ઇકો કાર કોઝવેના પરથી તણાતા ચાલક સહિત 7 વ્યક્તિઓ ધસમસતો પાણીમાં ગરકાવ થયા હતા. જેમાંથી 2 લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે બે હજી લાપતા છે. જો કે બનાવની જાણ થતા સ્થાનિક લોકોએ તુરંતજ પાણીમાં ઝંપલાવીને 3 વ્યક્તિઓને બચાવી લીધા હતા. જ્યારે કે ત્રણના હજુ પતો લાગ્યો નથી. ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. કારમાં બેસેલા લોકોએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ અંગેની મળતી વિગતો મુજબ આખલોલ પુલ પાસે આવેલ આખલોલ નદીમાં આજે વરસાદના પાણી ભરાયા હતા. તે વખતે અમદાવાદથી ભાવનગર સંબંધીઓને ત્યાં ચિત્ર ખાતે આવતા ઉમરાળીયા પરિવારની ઇકો કાર નંબર જી.જે.27.સી.એફ-6501 માં ચાલક સહિત સાત વ્યકિતઓ મુસાફરી કરી રહ્યાં હતા. કાર ચાલક કેયુરભાઇ, રીટાબહેન, આરાધ્યા, લતાબેન, ચેતનભાઇ, દિનેશભાઇ અને નેહાબેનનો સમાવેશ થાય છે. તેઓની કાર આખલોલ નદીમાં પાણીના પ્રવાહમાં બંધ પડી જતા તેમાં બેઠેલા લોકો તેને ધક્કો મારવા પાણીમાં ઉતર્યા હતા.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી