બગોદરા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત, પાંચ ઈજાગ્રસ્ત

તુફાન ગાડી ટ્રકની પાછળ ધૂસી જતા સર્જાયો અકસ્માત, તમામ લોકો દાહોદના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ

બગોદરા હાઈવે પર મોડી રાતે તુફાન ગાડી એક ટ્રકની પાછળ ધૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે પાંચ લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બીજી બાજુ બગોદરા હાઈવે પર અકસ્માતના પગલે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી. બગોદરા પોલીસે આ અંગે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

દાહોદ રહેતા પેનુભાઈ ડામોર કાઠયાવાડમાં મજુરી કામ કરવા જાય છે. હાલમાં જીલ્લા અને તાલુક્કા પંચાયતની ચુંટણી હોવાથી ઉમેદવારને સપોર્ટ કરવા માટે કાઠયાવાડથી પેનુભાઈ તેમના દાહોદ ખાતે રહેતા મિત્રો અર્જુનભાઈ, રમેશભાઈ, રમણભાઈ,ભરતભાઈ, વાલસિંગભાઈ, વિનુભાઈ અને ગોપાલભાઈ સાથે તુફાન ગાડી લઈને તેમના વતન પરત ફરતા હતા. તે દરમિયાન બગોદરા તરફ પહોંચ્યા હતા ત્યારે મેમર ગામ પાસે થોડેક આગળ બગોદરા આવતા પહેલા જ સામેથી આવતી કારની લાઈટ તુફાન ગાડી ચલાવનાર ભરતભાઈની આંખમાં પડતા તે અંજાઈ ગયા હતા અને એક ટ્રકના પાછળના ભાગમાં તેમની તુફાન ગાડી ધુસી જતા અકસ્માત થયો હતો.

જો કે તે ઘટના બાદ આસપસાના લોકોએ ગાડીમાંથી ઈજાગ્રસ્ત પેનુભાઈ, અર્જુનભાઈ, રમેશભાઈ, ભરતભાઈ અને વાલસિંગને ગંભીરીતે ઈજાઓ થતા ગાડીની બહાર કાઢ્યા હતા. ગાડીમાં ફસાયેલ વિનુભાઈ, રમણભાઈ અને ગોપાલભાઈને ભારે જહેમત બાદ ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે ગંભીર ઈજાઓના કારણે વિનુભાઈ, રમણભાઈ અને ગોપાલભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બીજી બાજુ ઈજાગ્રસ્ત પેનુભાઈ સહીત પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.

આ અંગે બગોદરા પોલીસને જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત પેનુભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. જો કે બીજી બાજુ બગોદરા હાઈવે પર મોડી રાત્રે થયેલ આ અકસ્માતના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી.

 26 ,  1