સુરતમાં સ્વાઈન ફ્લૂના વધુ 3 કેસ નોંધાયા

ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો આતંક વધી રહ્યો છે. દરરોજ નવા નવા લોકો સ્વાઈન ફ્લૂના સકંજામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં ફરી એકવાર સ્વાઈન ફ્લૂએ આતંક મચાવ્યો છે. કારઝાર ગરમીની સાથે સાથે સ્વાઈન ફ્લૂ પણ માથું ઉંચકી રહ્યો છે.

સુરતમાં સ્વાઈન ફ્લૂના વધુ ત્રણ દર્દીઓના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં સ્વાઈન ફ્લૂનો આંકડો 386 પર પહોંચી ગયો છે. સુરતમાં સ્વાઈન ફ્લૂના કારણે 5 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે આકરી ગરમી વચ્ચે પણ સ્વાઈન ફ્લૂના દર્દીઓ સામે આવી રહ્યા છે.

 34 ,  3