સુરત શહેરમાં એક પછી એક ત્રણ હત્યાની ઘટના, પોલીસ દોડતી થઈ

ગોડાદરા બાદ લિંબાયતમાં હત્યા, સહારા દરવાજા વિસ્તારમાં મહિલાને રહેંસી નાખી

સુરતમાં એક સાથે ત્રણ હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. શહેરમાં મોડી રાતે ગોડાદરા બાદ લિંબાયતમાં હત્યાના બનાવ બન્યા હતો તો બીજી તરફ સહારા દરવાજા વિસ્તારમાં એક મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. શહેરમાં એક સાથે ત્રણ ઘટનાઓ બનતા પોલીસ પ્રશાસન સામે સવાલો ઉઠી રહ્યા છે.

ગોડાદરામાં માનસરોવર સોસાયટીમાં રહેતો સુરેશ ઉર્ફે સૂર્યા રમાકાંત ચૌધરીની રવિવારે ગોડાદરા સંકટ મોચન હનુમાન મંદિરની પાસે ચપ્પુના ઘા મારીને હત્યા કરાઈ હતી. જો કે, તેની હત્યા બાદ પોલીસે પ્રાથમિક તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, સૂર્યા મંદિરથી પસાર થઈ રહ્યો હતો.

દરમિયાન ગોલુ અને તેની ટોકળીએ સૂર્યા પર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ સૂત્ર કહે છે કે હત્યા પાછળનું પ્રાથમિક તારણ જૂની અદાવતની સાથે ધંધાકીય હરીફાઇ હોઈ શકે. જો કે, પોલીસ આ હત્યાની તપાસ કરવાની સાથે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી રહી હતી. એ સાથે જ લિંબાયતમાં મોડી રાતે બીજી હત્યા થઈ હતી. પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ, લિંબાયત જંગલશા બાવાની દરગાહ પાસે મોહસીન સલીમ ખાનની ચપ્પુના ઘા મારીને હત્યા કરાઈ હતી.

સહારા દરવાજા વિસ્તારમાં મહિલાની ઘાતકી હત્યા

સુરતના સહારા દરવાજા વિસ્તારમાં મેઈન રોડ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં એક મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝૂંપડપટ્ટીમાં અંદરો અંદર કોઈ બાબતે ઝગડો થયો હતો. આ ઝગડો જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ લઇ લેતા અહીંયા રહેતી એક મહિલાને મોહલ્લામાં રહેતા એક યુવાન દ્વારા ચપ્પુ ના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

મહિલાને ચપ્પુન ઘા મારતાની સાથે સમગ્ર વિસ્તરમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે મહિલાને સારવાર માટે ખસેડે તે પહેલા મહિલાનું કરુણ મોત થયું હતું. આ ઘટનાઈ જાણકારી મળતા પોલીસ તાતકાલિક બનાવવાળી જગિયા પર પહોંચી આવીને આ ઘટના મામલે હત્યાનો ગુનો નોંધી મૃતદેહ પીએમ માટે હોપિટલ ખાતે ખસેડ્યો છે.

સુરત આમ તો ડાયમંડ અને સિલ્ક સીટી તરીકે ઓળખાય છે ત્યાર છેલ્લા કેટલાક દિવસથી સુરતની નવી ઓળખ ઉભી થઇ છે. સુરતની હવે ક્રાઈમ સીટી તરીકે લોકો ઓળખવા લાગ્યા છે કારણ કે, છેલ્લા કેટલાક સમયથી પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરતમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ચોરી અને મહિલા અત્યાચારની સતત ફરિયાદ આવી રહી છે.

જોકે પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરતમાં સતત ગુણ ખોરી વધી રહી છે ત્યારે આજે વધુ એક હત્યાની ઘટના સમયે આવી છે.

 63 ,  1