કાંકરિયામાં તૂટી રાઇડ , 3 લોકોના મોત, 29 ઘાયલ

અમદાવાદનાં કાંકરિયા બાલવાટિકામાં આવેલી ડિસ્કવરી નામની રાઇડ મેઇન્ટનન્સમાં બેદરકારીના કારણે ૬૦ ફૂટ ઉંચેથી અધ્ધ વચ્ચે તૂટી પડી હતી. રાઇડમાં ૩૧ લોકો બેઠેલા હતા જેમાં દુર્ઘટના બનતાં એક મહિલા સહિત 3 ના કરુણ મોત થયા હતા, જ્યારે ૨૯ લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અન્ય રાઇડ બંધ કરવામાં આવી હતી.

ગૌરીવ્રત અને રવિવારની રજાના કારણે કાંકરિયામાં ભારે ભીડ જામી હતી ત્યારે આ ઘટના બનતાં રોકકળ સાથે દોડધામ મચી જવા પામી હતી. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી