બિહારઃ પશુ ચોરીની શંકામાં ત્રણ લોકોને ઢોર માર મારી કરી હત્યા

બિહારના છપરા વિસ્તારના બનિયાપુરમાં ટોળાએ ત્રણ લોકોને પશુની ચોરીની શંકામાં ઢોર માર મારીને હત્યા કરી નાંખી.. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ હાથ ધરી છે.

જાણકારી મુજબ જાણકારી મુજબ સ્થાનિકોને પશુ ચોરી થયા હોવાની સૂચના મળી હતી.ત્યારબાદ એક ટોળું કંઈપણ જાણકારી મેળવ્યા વિનાજ ત્રણ લોકો પર તૂટી પડ્યું હતું અને લોકોને બેરહેમીથી માર મારવાનું શરૂ કરી દીધું હતું. જેમાં ત્રણેયના મોત થયાં હતાં. જોકે એક શખ્સ ભાગી જવામાં સફળ રહ્યો હતો.

જેમાં બેનાં ઘટના સ્થળે મોત થયાં. જ્યારે એકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસની મચી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

પોલીસે ટોળાને કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો. જોકે પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. જોકે પોલીસે દાવો કર્યો કે સમગ્ર મામલાની ઉંડી તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી