September 21, 2020
September 21, 2020

શ્રીનગર : પંથા ચૌકમાં સેનાએ 3 આતંકીને ઠાર કર્યા, એક જવાન શહીદ

છેલ્લા ત્રણ દિવસમાં ઘાટીમાં સેનાએ 10 આતંકીઓને ઉતાર્યા મોતને ઘાટ

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદી અને સેના વચ્ચે થયેલી અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ પંથા ચોક વિસ્તારમાં ત્રણ આતંકવાદીને ઠાર કર્યા. મોડી રાત્રે CRPF અને પોલીસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકવાદીઓને ઘેર્યા હતા. આ દરમિયાન આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું પરંતુ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.

સેનાના વળતા જવાબમાં ત્રણ આતંકવાદીઓને ઢાળી દીધા હતા. જ્યારે ક્રોસ ફાયરિંગમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન શહીદ થયો છે. હજુ પણ વિસ્તારમાં કેટલાક આતંકવાદી છુપાયા હોવાના અહેવાલ છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી રાખ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ સેનાએ છેલ્લા ત્રણ દિવસમાં ઘાટીમાં 10 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.

પુલવામા સ્થિત જદુરા વિસ્તારમાં ગુરૂવાર મોડી રાતે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીને ઢાળી દીધા હતા અને આ એન્કાઉન્ટરમાં એક જવાન પણ શહીદ થયો છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી એક એકે-47 રાઇફલ અને બે પિસ્તોલ મળી આવી હતી.

આ પહેલા શુક્રવાર બપોરે સુરક્ષાદળોએ શોપિયાંના કિલૂરા વિસ્તારમાં ચાર આતંકીઓને ઠાર માર્યા હતા, જ્યારે એકની ધરપકડ કરી હતી.

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર