કાશ્મીરમાં એક કલાકમાં ત્રણ આતંકી હુમલા, 3 નાગરિકોની હત્યા

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ બેફામ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી રાજધાની શ્રીનગરમાં નાપાક કૃત્યો કર્યા છે. આતંકવાદીઓએ બે કલાકની અંદર ૩ નાગરિકોની હત્યા કરી હતી. આતંકવાદીઓએ સૌ પ્રથમ શ્રીનગરના ઇકબાલ પાર્ક નજીક બિન્રુ મેડિકેટના માલિક મખન લાલની ગોળી મારીને હત્યા કરી હતી.

આતંકવાદીઓએ ઇકબાલ પાર્ક નજીક મખન લાલ બિન્દ્રુ પર ગોળીબાર કર્યો હતો. તેમને તાબડતોબ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટના બાદ આ વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી હતી. તથા આતંકવાદીઓને પકડવા માટેના પ્રયાસો ઝડપી બનાવાયા હતા. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બિન્દ્રુની હત્યા પર શોક વ્યક્ત કર્યો હતો અને આ ઘટનાની નિંદા કરી હતી.

બિઝનેસમેન માખન લાલ બિન્દ્રુની હત્યા બાદ આતંકીઓએ પાણીપુરી વેચનારની પણ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. પાણી પુરી વેચનાર વ્યક્તિની ઓળખ બિહારના ભાગલપુરના રહેવાશી વિરેન્દ્ર પાસવાન તરીકે થઈ છે.

બાંદીપોરાના હાજિન વિસ્તારમાં આતંકીઓએ SUMO ના પ્રમુખ નાયદખાઈ મોહમ્મદ શફીની પણ ગોળી મારીને હત્યા કરી નાખી હતી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ તેમણે રસ્તામાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી