September 24, 2020
September 24, 2020

જમ્મુ-કાશ્મીર : શહીદોની શહાદતનો સેનાએ લીધો બદલો, લશ્કરના ત્રણ આતંકી ઠાર

શહીદ થયેલા સાથીઓનો બદલો સેનાએ લીધો, ત્રણેય આતંકીઓને ઢાળી દીધા

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં આજે સવારે આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોનો આખરે સેનાએ બદલો લઇ લીધો છે. જવાનો પર ફાયરિંગ કરી હુમલો કરના ત્રણ આતંકીઓને સેનાએ ઠાર કર્યા છે.

આજે બારામુલ્લા જિલ્લાના ક્રેઈરી વિસ્તારમાં CRPF નાકા પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો. અંધાધૂંધ રીતે કરાયેલા ફાયરિંગમાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસર અને બે સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. હુમલો કરીને આતંકીઓ ભાગી જવામાં સફળ થયા હતા. જો કે સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લઇ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. હુમલાના દોઢ કલાકની અંદર જ સેનાએ વિસ્તારમાં છુપાયેલા ત્રણેય આતંકવાદીઓને ઢાળી દીધા છે. ઠાર મરાયેલા તમામ આતંકી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.

સર્ચઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકીઓ સેના ફાયરિંગ શરૂ કરી દીધું હતું. શહીદોનો બદલો લેવા મેદાનમાં ઉતરેલી સેનાએ વળતો મુહતોડ જવાબ આપી ત્રણેય આતંકીઓને મોતને ઠાર કરી દીધા હતા.

 88 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર