વેજલપુરમાં 130 કિલો ગૌમાંસ સાથે ત્રણ ઝડપાયા

કારમાં ગૌમાંસ ભરીને ડીલીવરી કરવા માટે આવ્યા હતા, પોલીસે શરૂ કરી તપાસ

શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલી એક મટનની દુકાનમાં ગૌમાંસ ડીલીવરી કરવા માટે આવેલા શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. એક કારમાં 130 કિલો ગૌમાંસ ભરીને કસાઇઓ લાવ્યા હતા અને મટનની દુકાનમાં ડીલીવરી કરતા હતા ત્યારે પોલીસે તેમનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે તેમની પાસેથી ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કોન્સ્ટેબલ મોહમંદમુબીનખાન સલાઉદ્દિનખાન તથા પોલીસ કોન્સ્ટેબલ મોહસીન સહિત વેજલપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતીકે એક સેવરોલેટ કારમાં કેટલાક અજાણ્યા શખ્સો ગૌમાંસ ભરીને લાવી રહ્યા છે અને જુમ્મા મસ્જિદની સામે આવેલ એક મટનની દુકાનમાં આપવાના છે. બાતમીના આધારે પોલીસનો સ્ટાફ અલગ અલગ જગ્યા પર વોચમાં ગોઠવાઇ ગયો હતો જ્યા એક કારમાં બે શખ્સો આવ્યા હતા અને ગૌમાંસને ઉતારતા હતા. ગૌમાંસ ઉતારતાની સાથેજ પોલીસે ત્યા પોહચી ગઇ હતી અને ત્રણ શખ્સોની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી.

પોલીસે ત્રણેયની પુછપરછ કરતા કારમાં લાવેલું માંસ ગૌમાંસ હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ મામલે મોહસીન અયુબ શેખ (રહે, અલ અસદપાર્ક, વેજલપુર), સહેબાઝ માજીદખાન પઠાણ (રહે, સંકલીતનગર, જુહાપુરા) અને મોહમદસાદીક ગુલામરસુલ કુરેશી (રહે, કસાઇવાડો, જમાલપુર)ની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ ગૌમાંસ ક્યાથી લાવ્યા હતા તેની પોલીસે તપાસ શરૂ કરી છે જ્યારે ત્રણેય વિરૂદ્ધ પશુ સરંક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે ગૌમાંસ પકડાતાની સાથેજ એફએસએલની ટીમને બોલાવી દીધી હતી. એફએસએલએ તપાસ કરતા ઝડપાયેલી માંસ ગૌમાંસ હોવાનું સામે આવ્યુ છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી