September 20, 2021
September 20, 2021

અમદાવાદ : અસલાલી નજીક 20 પેટી બિયરના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

પોલીસે UPના ત્રણ યુવકોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અસલાલી પોલીસે 20 પેટી બિયરના જથ્થા સાથે ત્રણ બુટલેગરોની ધરપકડ કરી છે. પોલીસે 72 હજારનો કિંમતનો 20 પેટી બિયરના જથ્થા સાથે આઈશર ગાડી, મોબાઈલ ફોન સહિત કુલ 53.27 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અસલાલી સર્કલથી સનાથલ તરફ જતા ગુરૂનાનક ઢાબા પાસે એક આઈશર ગાડીમાં બિયરનો જથ્થો ભરીને લઈ જવાઈ રહ્યો હોવાની અસલાલી પોલીસને બાતમી મળી હતી. જે બાદ પોલીસે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી બિયરના જથ્થા સાથે આઇશરને ઝડપી પાડી હતી. જેમાંથી પોલીસે ભારતીય બનાવટનો 20 પેટી બિયરનો જથ્થા સાથે ત્રણ યુવકોની અટકાયત કરી હતી.

પૂછપરછ દરમિયાન આરોપીઓ મુળ ઉત્તર પ્રદેશના દિલશાદ ઉર્ફે મોહમ્મ્દ મુસ્તાક શેખ, મોહંમદ ઇરસાદ મોહંમદ અફસર શેખ તેમજ મોહંમદ અબરાર મોહંમદ સમસુ શેખ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બીયરટીનનો જથ્થો ભરાવી આપનાર એક અજાણ્યો ઇસમ તથા બીયરટીનનો જથ્થો મંગાવનાર અશરફ નામના બે આરોપીઓ વોન્ટેડ છે.

પોલીસે કુલ કિંમત 72 હજાર રૂપિયાનના બિયર જથ્થા સાથે 14 હજારની કિંમતના ત્રણ નંગ મોબાઈલ, આરોપી પાસેથી મળી આવેલા 890 રૂપિયા રોકડા, 10 લાખની આઈશર ગાડી, 40 હજારની કિંમતના પોલીકેબ કેબલના ડ્રમ નંગ 05 તથા ડસ્ટ કોલેકટર મોડલ-3-50 મોડલનુ મશીન જેની કિંમત 2 લાખ 24 હજાર 200 થાય છે. જે મળી કુલ 53 લાખ 27 હજાર 914 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 48 ,  1