અમદાવાદ: ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાંથી ત્રણ સગીરા રહસ્યમય રીતે ગુમ

ઓઢવ વિસ્તારમાં આવેલું નારી સંરક્ષણ ગૃહ ફરીવાર વિવાદમાં આવ્યું છે. નારીગૃહમાં આવેલા ચિલ્ડ્રન ગર્લ્સ હોમમાંથી 20 દિવસ પહેલા ત્રણ સગીરાઓ ફરાર થઈ હતી. જેમાં ઓઢવ પોલીસસ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે હજુય એ સવાલ ઉભો થાય છે કે કેમ સંચાલકો વારંવાર બેદરકારી દાખવે છે અને સગીરાઓ ફરાર થઈ જાય છે.

ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.જાડેજાના જણાવ્યા મુજબ આ ઘટના બની ત્યારે સંકુલમાં માત્ર બે પટાવાળા હાજર હતા ત્યાં મહિલા સુપ્રિટેન્ડન્ટ હાજર ન હતા, ગુમ થયેલી સગીરામાં બે અમરાઇવાડી વિસ્તારમાં સુખરામગરની હોવાની માહિતી આધારે તેમના ઘરે તપાસ કરી હતી.

જ્યાં પોલીસે તપાસ કરતા ઘેર ગઇ ન હતી, પોલીસે રેલવે, એસટી સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નારી સંરક્ષણ ગૃહની બારીઓ તોડીને મધરાતે 11 સગીરાઓ નાસી ગઇ હતી. તેમ છતાં સગીરાઓ સલામતી માટે કોઇપણ જાતની કાળજી રાખવામાં આવતી નથી.

ઓઢવમાં આવેલ નારી સંરક્ષણ ગૃહના ઇન્ચાર્જ અધિક્ષક જાગ્રૃતિબેન રાવળએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહેતી 3 સગીરાઓ 3જી જુલાઈના રોજ સાંજના સમયે કમ્પાઉંડની દીવાલ કૂદીને ભાગી ગઈ હતી.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી