સાબરકાંઠા: સૂર્યશક્તિ કિસાન યોજના થકી ખેડૂતો કૃષિ સાથે વીજ ઉત્પાદનથી આવક મેળવતા થયા…

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના જાદર ગામના પ્રગતિશીલ ખેડૂતો સૂર્યશક્તિ કિસાન યોજના થકી વધારાની આવક મેળવતા થયા છે. રૂદરડી ગામના ખેડૂત અને આ યોજનાના લાભાર્થી એવા ખેડૂત તખતસિંહ ડાભી કહે છે કે હવે રાત્રે ખેતરે પાકને પાણી આપવાની જરૂર નથી, હવે નિરંતે રાત્રે સૂઇ જઈએ છીએ. પહેલા તો ખેતરમાં ભરશિયાળે પાણી વાળવા જવુ પડતુ હતું. હવે આ યોજનાથી અમને સવારે 7 વાગે થી રાતે 7 વાગે સુધી વીજપુરવઠો મળતો થયો છે. આ સાથે વીજ ઉત્પાદન થકી અમને આર્થિક લાભ પણ થશે. જેથી અમે ખુબ ખુશ છીએ.

આ સૂર્યશક્તિ કિસાન યોજના સ્કાય (sky)ના અમલ તા. 1 મે 2019થી કરવામાં આવ્યો છે. જેની શરૂઆત જાદર ફીડરમાં આવેલા 22 જેટલા ખેડૂતોને આ સ્કાય યોજનાનો લાભ મળેલ છે. આ યોજનામાં ખેડૂતોને પોતાના ખેતરમાં બોર માટે તો મફતમાં વિજળી મળે છે સાથે સાથે આ યોજના દ્રારા ખેડૂત દ્રારા જે વધારાની વિજળી હશે તે યુજીવીસીએલ દ્રારા ખરીદાશે જેના માટે ખેડૂતને નાણાં પણ ચૂકવવામાં આવશે. આ માટે ખેડૂતના ખેતરમાં ત્રણ અલગ-અલગ મીટર મુકવામાં આવ્યા છે જેમા એક મીટરમાં ઉત્પન થતો વિજપુરવઠો દર્શાવામાં આવે છે, બીજા મીટરમાં ખેડૂત દ્રારા ઉપયોગ થતો વિજપુરવઠો દર્શાવામાં આવે છે જ્યારે ત્રીજું મીટર ખેડૂતે બચત કરેલ વિજપુરવઠો દર્શાવશે જે ખેડૂત દ્રારા વિજકંપનીને વેચાણરૂપે આપવામાં આવશે.

સ્કાય યોજનામાં જોડાતા ખેડૂતે તેમના ખેતરમાં સોલર સિસ્ટમ સ્થાપિત કરવાના ખર્ચની રકમના ઓછામાં ઓછા 5% રકમ પ્રથમ તબક્કે ભરવાની રહેશે. જ્યારે બાકીની રકમ કેન્દ્ર સરકારની સબસિડી, રાજ્યસરકારની અને ખેડૂતોવતી નાબાર્ડ/ અન્ય નાણાકીય સંસ્થા પાસેથી લોન તરીકે મેળવવામાં આવશે. ખેડૂત દ્રારા સિંચાઇ માટે વપરાતી વીજળી બાદ કરતા ગ્રીડમાં આપવામાં આવે તે રૂ 3.50 પ્રતિ યુનિટના દરે જે તે વીજ કંપની દ્રારા ખરીદી લેવામાં આવશે. જેથી ખેડૂતને આર્થિક લાભ થશે સાથે સાથે રાત્રે વીજ્ પુરવઠાની રાહ નહી જોવી પડે.

બીજા એક લાભાર્થી રોહિતભાઇ પટેલ કહે છે આ યોજના દ્રારા તેઓ હવે વધારાની આવક સાથે નિરંતનો શ્વાસ પણ લઈ રહ્યા છે કારણ કે પહેલા રાત્રે પાણી વાળવા ખેતરમાં આવતા ત્યારે કોઇ ઝેરી જંતુ કે સાપના કરડવાનો ભય રહેતો પરંતુ આ યોજના ખેડૂતો માટે વરદાન સાબિત થાય તેમ છે. તેઓ યોજના વિશે વધુ માહિતી આપતા કહે છે કે હાલમાં તેઓના ખેતરમાં ચોમાસુ હોવાથી 35 થી 40 યુનિટ વીજળી પેદા થાય છે જ્યારે ઉનાળા દરમિયાન આજ સોલર દ્રારા ૫૫થી 65 યુનિટ વીલળી પેદા થઈ શકે છે.

સોલર પીવી સિસ્ટમનો પ્રથમ સાત વર્ષ સુધી કંપની પોતે માલિક રહેશે જ્યારે ખેડૂત પોતાની લોનના હપ્તા ચૂકવી દેશે ત્યારે તે ખેડૂત પોતે માલિક બની જશે. આ સિવાય તેઓ (sky) એપ વિશે માહિતી આપતા જણાવે છે કે દરેક ખેડૂતના સોલર સિસ્ટમ સ્કાય એપ સાથે જોડાયે છે જેમા તેમના વીજપુરવઠાનુ મોનિટરિંગ વીજ કંપની દ્રારા સતત થતુ રહે છે અને અમારી કોઇ પણ સિસ્ટમને લગતી સમસ્યા તુરંત હલ કરવામાં આવે છે.

રોહિતભાઇ પટેલ દ્રારા વધુમા જણાવાયુ કે આ વીજકંપની સાથે અમારો ૨૫ વર્ષનો કરાર થયો છે અમારા ખેતરમાં ઉત્પન્ન થતી વિજળી માટે કંપની અમને રૂ| ૩.૫૦ પ્રતિ યુનિટ ચુકવવા બંધન કરતા છે. આમ સરકાર દ્રારા ખેડૂતોની આવક બમણી કરવાની જે વાત છે તે આ યોજના થકી પરીપૂર્ણ કરવામાં આવી રહી છે. આમ સૂર્ય શક્તિ કિસાન યોજના દ્રારા માત્ર ખેડૂતની આવક જ નહી પરંતુ તેમનુ આયુષ્ય પણ બમણુ થયુ હોય તેવી ખુશી ખેડૂતોમા જોવા મળે છે.

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી