રશિયા: બે બાળકીઓને 8મા માળેથી નીચે ફેંકતા કમકમાટી ભર્યા મોત

શખ્સે બંન્ને બાળકીઓને ફેંકતા કહ્યુ, કે ખૂબ જ અવાજ કરી રહી હતી

રશિયામાં એક વ્યક્તિએ બે સગીર બહેનોને આઠમા માળેથી નીચે ફેંકીને મારી નાખી. આરોપ છે કે બંને છોકરીઓ ‘બહુ વધારે અવાજ’ કરી રહી હતી, તેથી તે વ્યક્તિએ તેમને બિલ્ડિંગમાંથી નીચે ફેંકી દીધા. પોલીસે આ કેસમાં વ્યક્તિની ધરપકડ કરી છે.

‘ડેઈલી મેઈલ’ના અહેવાલ મુજબ હેલોવીન પર રહેણાંક મકાન પરથી પડી જવાથી બે છોકરીઓના મોત થયા હતા. એક બાળકી 9 વર્ષની હતી જ્યારે બીજી 14 વર્ષની હતી. આ યુવતીઓના મૃત્યુના કેસમાં ફ્લેટમાં ભાડે રહેતા 23 વર્ષીય ઓચુર સૈંચેટની ધરપકડ કરવામાં આવી હતી.

કહેવામાં આવ્યું કે યુવતીઓ ફ્લેટમાં ‘ઘણો અવાજ’ કરી રહી હતી, જેના કારણે ઓચુર ભડકી ગયો. તેણે તેમને આઠમા માળેથી બારીમાંથી ફેંકી દીધા. પોલીસના જણાવ્યા અનુસાર ઓચુર બંને સગીર બહેનોને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધાની કબૂલાત કરી છે. એક બહેનનું 80 ફૂટ પરથી પડી જતાં મોત થયું હતું, જ્યારે બીજીનું હોસ્પિટલમાં મોત થયું હતું.

રિપોર્ટ અનુસાર, કાઇજીલના રહેણાંક વિસ્તારમાં આ દુર્ઘટના સમયે પડોશીઓએ ભયંકર ચીસો સાંભળી હતી. ફ્લેટની બારીઓના કાચ તૂટી ગયા હતા, જેમાંથી યુવતીઓ નીચે પટકાઈ હતી. મૃતક છોકરીઓની માતા નાઇટ શિફ્ટમાં એક કેફેમાં કામ કરતી હતી, અકસ્માત સમયે તે ઘરે ન હતી.

એવું કહેવામાં આવ્યું હતું કે ઓચુર પહેલેથી જ કાર ચોરી માટે પોલીસના રડાર પર હતો. પરંતુ આ ઘટના બાદ પોલીસે તેને 2 મહિના માટે કસ્ટડીમાં મોકલી દીધો છે. તેની સામે કેસ નોંધાયા બાદ કોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી