ટિક..ટિક..ટિક..100 કરોડ કોરોના વેક્સિનેશનનું કાઉન્ટડાઉન સ્ટાર્ટ

ભારત આજે રચશે ઈતિહાસ, લાલ કિલ્લા પર સેલિબ્રેશનની તૈયારી

ભારતમાં કોરોના રસીકરણની બાબતમાં ભારત એક મોટો રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યું છે. આજે ભારત 100 કરોડ કોવિડ રસી લાગુ કરવાનો રેકોર્ડ બનાવી શકે છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 99.86 કરોડ કોરોના રસીઓ આપવામાં આવી છે. 100 કરોડ ડોઝ પૂરા થવા પર સરકારે ઉજવણીની તૈયારીઓ પણ કરી લીધી છે. દિલ્હીમાં રામ મનોહર લોહિયામાં એક મોટો કાર્યક્રમ આયોજિત થવાનો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.

આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કહ્યું કે 100 કરોડ ડોઝ લગાવ્યા બાદ અમે મિશન હેઠળ સુનિશ્ચિત કરીશું કે જેમને પહેલો ડોઝ લાગ્યું છે તેમને બીજો ડોઝ પણ લાગે જેથી કોવિડ 19થી તેમના સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. કેન્દ્ર સરકારે કહ્યું કે જે ગામમાં સો ટકા રસીકરણ થઈ ચૂક્યું છે તેમને 100 કરોડ ડોઝની સિદ્ધિ માનવામાં આવશે. એટલા માટે અભિયાનમાં મહત્વના સ્વાસ્થ્ય કર્મીઓની પ્રશંસામાં પોસ્ટર બેનર લગાવવા જોઈએ.

ભારતમાં રસીકરણ અંતર્ગત 100 કરોડ ડોઝ આપવાનું સેલિબ્રેશન માટે અનેક કાર્યક્રમોની યોજના બનાવવામાં આવી છે. દેશમાં 100 કરોડ ડોઝ આપવાના અવસર પર મંડાવિયા લાલ કિલાથી કૈલાશ ખેરના ગીત અને ઓડિયો વિઝ્યૂઅલ ફિલ્મ જારી કરશે. માંડવિયાએ ટ્વીટ કર્યું છે કે દેશમાં રસીની સેન્યૂરી બનાવવાની લગભગ નજીક છીએ. આ સ્વર્ણિમ પ્રસંગના સહભાગી બનવા દેશવાસીને મારી અપીલ છે. જેમનું રસીકરણ બાકી છે તે તાત્કાલીક રસી લગાવીને ભારતનું ઐતિહાસિક સ્વર્ણિમ રસીકરણ પ્રવાસમાં પોતાનું યોગદાન આપે.

રસીકરણની દ્રષ્ટિએ ટૉપ 5 રાજ્યો
ઉત્તર પ્રદેશ – 12,21,40,914
મહારાષ્ટ્ર – 9,32,00,708
પશ્ચિમ બંગાળ – 6,85,12,932
ગુજરાત – 6,76,67,900
મધ્યપ્રદેશ – 6,72,24,286

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી