Video: દિલ્હીમાં DTC બસમાં યુવતીએ કર્યો અશ્લીલ ડાન્સ, ડ્રાઇવર સસ્પેન્ડ

12 જુલાઈના રોજ એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં ડીટીસી બસની અંદર એક છોકરી હરિયાણવી ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. મોબાઈલ એપથી શૂટ કરાયેલો આ ડાન્સ વીડિયો જોત જોતામાં વાઈરલ થઈ ગયો. વીડિયોમાં છોકરી ડીટીસી બસની અંદર સપના ચૌધરીના ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેની સાથે બસમાં રહેતો માર્શલ અને બસનો કન્ડક્ટર પણ છે.

વીડિયો વાઈરલ થયા બાદ ડીટીસી મેનેજમેન્ટે બસના સ્ટાફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. બસ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધો છે જ્યારે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કંડક્ટરને શો કોઝ નોટિસ ફટકારીને 72 કલાકમાં તેમને નોકરીમાંથી શા માટે ન કાઢી મૂકવામાં આવે તેના પર જવાબ આપવા કહ્યું છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી