મેહસાણા: પોલીસ સ્ટેશનમાં જ મહિલા પોલીસ કર્મચારીએ લગાવ્યા ઠુમકા, આપ્યા તપાસના આદેશ

મહેસાણા જિલ્લામાં આવતા કોઈ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસકર્મીનો પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતો વીડિયો વાઈરલ થયો છે. વીડિયો વાઈરલ થતાં મહેસાણા ડીવાયએસપી મંજીતા વણઝારાએ કહ્યું હતું કે, વીડિયો ક્યાંયનો પણ કેમ ન હોય પરંતુ પોલીસની નોકરીમાં શિસ્ત જરૂરી છે.

મહિલા પોલીસકર્મી પોલીસ સ્ટેશનના લોકઅપ પાસે વીડિયો બનાવી તેને ટિકટોકમાં અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો મહેસાણાના લાઘણજ પોલીસ સ્ટેશનનો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, તે ક્યાંનો છે અને કોનો છે તે વિશે હજી પુષ્ટિ થઈ નથી.

ચાઇનીઝ મોબાઇલ એપ્લીકેશન ટીકટોક ભારતમાં ખૂબ જ લોકપ્રિય થઈ છે જે બેન કરી દેતા વિવાદમાં પણ સપડાઈ હતી. એક રિપોર્ટ મુજબ, TikTok એપને દુનિયાભરમાં લગભગ 100 કરોડથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે આ કંપનીના અધિકાર ચીનની કંપની બાઇટડાન્સ (Bytedance)ની પાસે છે, જે દુનિયાની સૌથી વધુ વેલ્યૂવાળી સ્ટાર્ટઅપ કંપનીઓ પૈકીની એક છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી