વાર- પલટવાર : નવાબ મલિકે ફોડ્યો ‘હાઈડ્રોજન બોમ્બ’

પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસના ઈશારે સરકારમાં ચાલ્યુ નકલી નોટોનું રેકેટ

ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન જામીન પર છૂટીને મોજમજા મસ્તીમાં છે પરંતુ બીજી બાજુ આ મુદ્દે મહારાષ્ટ્રમાં એકબીજાની પોલખોલનો રાજકિય ખેલ શરૂ થયો તે અટકવાનું નામ નથી લઈ રહ્યું નથી . નવાબ મલિકે આજે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યા. નવાબ મલિકે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસના ‘આશીર્વાદ’થી મહારાષ્ટ્રમાં ખંડણી અને નકલી નોટોનો કારોબાર ચાલુ હતો. તેમણે સમીર વાનખેડેનો પણ ફરીથી ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પૂર્વ સીએમ અધિકારી (વાનખેડે)ને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે તે તેમની નીકટનો છે.

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે 8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધી કરાઈ હતી. દેશભરમાં નકલી નોટ પકડાવવા લાગ્યા હતા પરંતુ 8 ઓક્ટોબર 2017 સુધી મહારાષ્ટ્રમાં એક પણ નકલી નોટનો કેસ સામે આવ્યો નહતો. કારણ કે દેવેન્દ્ર ફડણવીસના સંરક્ષણમાં નકલી નોટનો ખેલ મહારાષ્ટ્રમાં ચાલતો હતો. તેમણે કહ્યું કે 8 ઓક્ટોબર 2017ના રોજ એક દરોડો પડ્યો જેમાં 14 કરોડ 56 લાખ રૂપિયાની નકલી નોટો પકડાઈ. તે સમયે દેવેન્દ્ર ફડણવીસે મામલો રફેદફે કરાવ્યો હતો. તેમાં ઈમરાન આલમ શેખ, રિયાઝ શેખને પકડ્યા હતા. પરંતુ બાદમાં તે જપ્તીને 8 લાખ 80 હજાર રૂપિયા બતાવીને દબાવવામાં આવી.

તેના ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા કે મામલામાં આરોપીને ગણતરીના સમયમાં જામીન કેવી રીતે મળી ગયા? મામલો NIA ને કેમ ન અપાયો. આ નોટ ક્યાંથી આવી હતી તે પણ ખબર ન પડી કારણ કે તત્કાલીન સરકારનું સંરક્ષણ હતું. મલિકે કહ્યું કે ઈમરાન આલમ શેખ અલ્પસંખ્યક કમીશનના ચેરમેન હાજી અરબાઝ શેખનો નાનો ભાઈ હતો. કહેવાય છે કે હાજી અરબાઝને પક્ષપલટો કરાવીને દેવેન્દ્ર ફડણવીસે ચેરમેન બનાવ્યો હતો.

 72 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી