જમીન રી-સર્વે વાંધાના નિકાલ માટે સમય 1 વર્ષ લંબાવાયો

જમીન રી-સર્વેની બાબતમાં ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી – રાજેન્દ્ર ત્રિવેદી

રાજ્યમાં જમીન રી-સર્વેને કામગીરીને લઈ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. જેમાં મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહી જમીન રી-સર્વેની કામીગીરીમાં ક્ષતિઓ બાબતે ચર્ચા થઈ હતી. જે બાદ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરાત કરી છે કે અત્યાર સુધી 4 લાખ 13 હજાર વાંધા અરજીનો નિકાલ થઈ ચૂક્યો છે અને હવે વધુ એક વર્ષ સુધી જમીન રી સર્વેની કામગીરી કરવામાં આવશે જેમાં પેન્ડિંગ અરજીઓનો તાત્કાલિકના ધોરણે નિકાલ કરવામાં આવશે.

મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જમીન રિસર્વેમાં ગુજરાત સરકારની કામગીરી પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે  ખેડૂતોની જમીનના સર્વે બાબતે અનેક વાર પ્રશ્ન ઉભો થયા છે, પણ સર્વે અને રી સર્વે બાબતે ચિંતા કરવાની જરૂર નથી. 1886 માં સર્વેની શરૂઆત થઈ, 1920 માં પૂર્ણ કરવામાં આવી ત્યાર બાદ કેટલાક પ્રશ્ન ઉપસ્થિત થયા જેથી ગુજરાત એક માત્ર રાજ્ય છે ફિલ્ડમાં જઈને  આધુનિક સાધનોથી પોઇન્ટ ટુ પોઇન્ટ સર્વે કર્યો, ગામે ગામે જઈને ગ્રામસભા કરી હતી, 2016 થી રી સર્વેની મુદત ચાલુ છે જે એક વર્ષ સુધી વધુ ચાલુ રહેશે એટલે કે રી સર્વેની સમય મર્યાદા એક વર્ષ માટે વધારવામાં આવતા અનેક મુઝવતા પ્રશ્નોનો નિકાલ કરી શકાશે.

4 લાખ 13 હજાર અરજીમાં માપણી કરી

વધુમાં મહેસુલ મંત્રીએ જણાવ્યુ કે એક ગામમાં 100 અરજી હોય તો તે ક્લસ્ટર તરીકે ગણવામાં આવ્યું છે. 40 હજાર વાંધા અરજીમાંથી 38 હજાર અરજીની માપણી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 38 ગામો ક્લસ્ટર તરીકે નોંધાયા હતા અને 38 ગામમાંથી 11884 અરજીની માપણી પૂર્ણ કરી દેવામાં આવી છે.રાજ્યમાં કુલ 95 લાખ સર્વે નંબર છે જેમાંથી માત્ર 5 લાખ 28 હજાર સર્વેના વાંધા આવ્યા હતા તેમાં પણ 10 જિલ્લામાં સૌથી વધુ અરજીઓ આવતા 4 લાખ 13 હજાર અરજીમાં માપણી કરાઇ ચૂકી છે. માપણી પ્રક્રિયા માટે ગુજરાતમાં 27 સ્ટોન નાખવામાં આવ્યા છે. અને જિલ્લાના મધ્ય ભાગમાં એક સ્ટોન રાખીને માપણી કરવામાં આવી રહી છે. અગાઉની સર્વે કરનાર કંપની સામે કાર્યવાહી કરી છે જેના ભાગ રૂપે કંપનીને બેદરકારી બદલ દંડ ફટકારવામાં આવ્યો છે

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી