સમય બદલાયો, હવે કેટરીના કેફની ગાલ જેવા જોઈએ છે રસ્તા…

અગાઉ હેમા માલિનીના ગાલ જેવા જોઈતા હતા રસ્તા….

બોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી ‘હેમા માલિનીના ગાલ જેવા રસ્તા બનાવવાના’ લાલુ યાદવના નિવેદને વિશ્વભરમાં ચર્ચા જગાવી હતી ત્યારે હવે ફરી માર્ગ અંગે રાજકીય નિવેદન હેમા માલિનીથી કેટરીના કેફ સુધી પહોંચી છે. રાજસ્થાનમાં તાજેતરમાં જ બનાવાયેલા મંત્રી મંડળમાં સ્થાન પામનારા મંત્રીએ એન્જિનિયરને આપેલો આદેશ હવે વાયરલ થઈ રહ્યો છે.

જાહેર ક્ષેત્રના બાંધકામ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રાજેન્દ્ર ગુઢાએ ચીફ એન્જિનયરને દેસી સ્ટાઈલમાં કહ્યુ હતુ કે, મારા વિસ્તારના રસ્તા કેટરિનાના ગાલ જેવા બનવા જોઈએ. તેમની વાત સાંભળીના આસપાસ ઉભેલા લોકો પણ હસી પડ્યા હતા.

બસપામાંથી કોંગ્રેસમાં એન્ટ્રી મારનારા રાજેન્દ્ર ગુઢા માટે આ પ્રકારના નિવેદનો નવી વાત નથી.પોતાના મત વિસ્તારની મુલાકાત દરમિયાન લોકોએ રસ્તા બનાવવાની માંગ કરી ત્યારે ગુઢાએ ચીફ એન્જિનિયરને આદેશ આપ્યો હતો કે, મારા વિસ્તારના રસ્તા કેટરિના કેફના ગાલ જેવા બનવા જોઈએ અ્ને હાજર રહેલા લોકોને પણ પૂછ્યુ હતુ કે, બોલો રસ્તા કેવા હોવા જોઈએ ત્યારે લોકોએ પણ જવાબ આપ્યો હતો કે, કેટરિનાના ગાલ જેવા.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી