દીદી હવે ઝાલ્યા નહીં રહે, PM પદ માટે બનશે પ્રબળ દાવેદાર

સ્થાનિક ચૂંટણીઓમાં પણ TMCનો દબદબો, અન્ય પક્ષોના સૂપડા સાફ

કોલકાતા નગર નિગમની ચૂંટણીની તમામ 144 બેઠકો પર આજે વસારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી છે. શરૂઆતી ટ્રેન્ડમાં મમતા બેનર્જીનો જાદુ જબરદસ્ત દેખાઈ રહ્યો છે અને TMC પ્રચંડ બહુમતી તરફ આગળ વધી રહી છે. વારે 10 વાગ્યા સુધીના પરિણામો અનુસાર તૃણમૂલ કોંગ્રેસ 103 સીટો પર આગળ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી ચાર, કોંગ્રેસ 2, લેફ્ટ 2 અને અપક્ષ એક સીટ પર આગળ છે.

નોંધનીય છે કે ળૂળ 11 મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી કરવામાં આવી રહી છે અને દરેક કેન્દ્ર પર સાતથી 10 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ કેન્દ્રો પર થ્રી લેયર સુરક્ષા કરવામાં આવી છે અને કેન્દ્રનાં 200 મીટર સુધીના વિસ્તારમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. આખા શહેરમાં ત્રણ હજાર પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા છે અને કુલ 950 ઉમેદવારોના ભાવિ આજે નક્કી થવાના છે.

નોંધનીય છે કે રવિવારે કોલકાતામાં મતદાન કરવામાં આવ્યું હતું જેમા અનેક જગ્યાથી હિંસાના સમાચાર સામે આવ્યા હતા અને દેશી બોમ્બ પણ મારવામાં આવ્યા હતા. હિંસાની વચ્ચે 63 ટકાની આસપાસ મતદાન થયું અને કુલ 453 ફરિયાદો કરવામાં આવી હતી. હિંસા મામલે 193 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. 

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી