પેટાચૂંટણીમાં TMC-કોંગ્રેસે દેખાડ્યો દમ..

 રાજસ્થાન-હિમાચલમાં ભાજપને ઝટકો

પેટા ચૂંટણીના પરિણામ હવે જાહેર થઈ ગયા છે. જેમા પશ્ચિમ બંગાળમાં TMCનો દબદબો જોવા મળી રહ્યો છે. સાથેજ રાજસ્થાન અને હિમાચલમાં પણ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. દેશના 13 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 29 વિધાસભા અને 3 લોકસભા સીટ પર ચૂંટણીની મતગણના આજ સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ સમયે મધ્યપ્રદેશ, બિહાર, હિમાચલ, હરિયાણા અને અસમ સહિત ઘણા રાજ્યોમાં પૂર જોશમાં તૈયારીઓ જોવા મલી રહી છે. હિમાચલ અને હરિયાણમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. જ્યારે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યા ચારેય સીટો પર તૃણમૂલ કોંગ્રેસ આગળ વધી રહી છે.

14 રાજ્યોમાં 3 લોકસભા અને 29 વિધાનસભા સીટો પર થયેલી પેટાચૂંટણીની કાઉન્ટિંગ શરૂ છે. રાજસ્થાનમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કતો બીજી તરફ પશ્ચિમ બંગાળમાંતો TMCના કાર્યકરોએ ઉત્સાહ મનાવાની શરૂ પણ કરી દીધું છે.

હરિયાણમાં અભય ચૌટાલા 8 હજાર વોટથી આગળ

હરિયાણની વિધાનસભા સીટ પર INLDને ઘણો ફાયદો થયો છે. આ સીટ પર અભય ચૌટાલા 8 હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે જ્યારે ગોવિંદ કાંડા બિજા નંબરે છે. એટલે કે અહીયા પણ ભાજપ પાછળ રહી ગયું છે.

દાદરાનગરમાં કલાબેન ડેલકર આગળ

દાદરાનગર હવેલીમાં શિવસેનાના ઉમેદવાર કાલાબેન ડેલકર આગળ ચાલી રહ્યા છે. તેઓ અત્યારે 15 હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે. આ સીટ કલાબેન ડેલકરના પતિ મોહન ડેલકરના નિધન બાદ ખાલી હતી.

પશ્ચિમ બંગાળમાં TMCનો દબદબો

પશ્ચિમ બંગાળમાં દર વખતની જેમ ટીએમસીનો દબદબો ડોવા મશી રહ્યો છે. ચારેય સીટો પર ટીએમસી અહિયા 1,63,000 વોટથી આગળ ચાલી રહ્યું છે. જેથી અહિયા હવે ટીએમસીની જીત પાક્કી છે જેથી કાર્યકર્તા અત્યારથી ઉત્સવ મનાવી રહ્યા છે.

હિમાચલમાં કોંગ્રેસની જીત

હિમાચલની જુબ્બલ કોટખાઈ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રોહિત ઠાકુરની જીત થઈ છે.

કર્ણાટકમાં કાંટાની ટક્કર

કર્ણાટરમાં સિન્ડગી સીટ પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો બીજી તરફ હાંગલમાં કોંગ્રેસ આગળ જોવા મલી રહ્યું છે.

બિહારમાં આરજેડી અને જેડીયૂં આમને સામને

બિહારમાં જે બે સીટો છે તેમાં તારાપુરમાં આરજેડી આગળ જોવા મલી રહ્યું છે જ્યારે કુશેશ્વરનાથની સીટ પર જેડીયૂ આગળ છે.

અસમ અને ભાજપનો દબદબો

અસમમાં બંને સીટો પર ભાજપનો દબદબો જોવા મળ્યો છે. સાથેજ મધ્યપ્રદેશની ત્રણ સીટો પર પણ ભાજપ આગળ છે. જ્યારે હિમાચલમાં બે સીટો પર કોંગ્રેસ અને 1 સીટ પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી