નંદીગ્રામ દિવસે ટીએમસીનો ચૂંટણી ઢંઢેરો જાહેર થશે..

14 માર્ચ બંગાળના રાજકારણમાં નંદીગ્રામ દિવસ ગણાય છે

બંગાળની 294 બેઠકોમાંથી નંદીગ્રામ બેઠક હાઇપ્રોફાઇલ બની ગઇ છે. સત્તાપક્ષ ટીએમસીના મમતા બેનર્જીએ આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. 12 માર્ચ શિવરાત્રીના દિવસે તેઓ ટીએમસીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાના હતા. પરંતુ તે અગાઉ તેમને પગમાં ઇજા પહોંચતા હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.

હવે તેઓ હોસ્પિટલમાંથી રજા લઇને ચૂંટણી પ્રચાર માટે તૈયાર થયા છે. બંગાળના રાજકારણમાં નંદીગ્રામ દિવસ તરીકે ઓળખાતી તારીખ 14 માર્ચના રોજ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાના છે. ટીએમસીના ચૂંટણી ઢંઢેરાની ભાજપ સહિત સૌ કોઇ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. અને આ ઢંઢેરામાં ખેડૂતો માટે ટીએમસી શું જાહેરાત કરે છે. તેના ઉપર પણ સૌ કોઇ નજર રહેલી છે.

એક એવી શક્યતા જણાય છે કે, કદાચ ટીએમસી ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોનું સરકારી દેવું માફ કરવાની જાહેરાત કરી શકે. નોંધનિય છે કે, કિસાન આંદોલન બંગાળ પણ પહોંચ્યું છે, અને કિસાન નેતા રાકેશ ટિકૈત દ્વારા બંગાળમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.

 33 ,  2