‘ફાટેલી જિન્સ’ નિવેદન પર ફસાયા CM રાવત, ચારેય તરફ થઇ રહી છે ટીકા

સોચ બદલો મુખ્યમંત્રી રાવત જી, તભી દેશ બદલેગા….

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત તેમના નિવેદનથી હાલ ચર્ચામાં છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે મહિલાની જિન્સ પર કમેન્ટ કરી છે. તેમણે કહ્યું કે, “ફાટેલી જિન્સ પહેરે છે મહિલા, શું આ સંસ્કાર છે” બાળ સંરક્ષણ અધિકાર આયોગની કાર્યશાળાને સંબોધિત કરતા સીએમ રાવતે જણાવ્યું કે મહિલાઓ ફાટેલા જિન્સ પહેરી રહી છે તેથી સમાજમાં ખોટો દાખલો બેસી રહ્યો છે. આનાથી બાળકોમાં કેવા સંસ્કાર આવે છે તે આપણે વિચારવું જોઈએ.

સીએમના આ નિવેદન બાદ તેઓ ચારેય તરફ ઘેરાઇ ગયા છે. મહિલા નેતાઓ તેમના આ નિવેદન પર પલટવાર કરી છે. ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ પણ તીરથ સિંહના નિવેદન મામલે આકરો પ્રતિભાવ આપ્યો છે. મહુઆ મોઈત્રાએ ટ્વીટર પોસ્ટમાં લખ્યું હતું કે, ઉત્તરાખંડના સીએમ કહે છે કે, ‘જ્યારે નીચે જોયું તો ગમ બુટ હતા અને ઉપર જોયું તો… એનજીઓ ચલાવો છો અને ઘૂંટણ ફાટેલા દેખાય છે?’ સીએમ સાહેબ, જ્યારે તમને જોયા તો ઉપર-નીચે-આગળ-પાછળ અમને ફક્ત બેશર્મ-ભદ્દો માણસ દેખાય છે.

મહુઆ મોઈત્રાએ વધુમાં લખ્યું હતું કે, રાજ્ય ચલાવો છો અને મગજ ફાટેલા દેખાય છે? ઉલ્લેખનીય છે કે, મહુઆ મોઈત્રા સિવાય અનેક રાજકીય દળના નેતાઓ તીરથ સિંહ રાવતના નિવેદનની ટીકા કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ સતત આ મામલે આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ તીરથ સિંહના નિવેદનને લઈ ટિપ્પણી કરી હતી. પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું હતું કે, ‘દેશની સંસ્કૃતિ અને સંસ્કાર પર તેવા પુરુષોથી ફરક પડે છે જે મહિલાઓ અને તેમના વસ્ત્રોને જજ કરે છે. મુખ્યમંત્રીજી વિચારો બદલો ત્યારે જ તો દેશ બદલાશે.’

 16 ,  1