સેંથામાં સિંદૂર, હાથમાં મહેંદી-ચૂડા સાથે નુસરત જહાંએ સંસદમાં શપથ લીધા Video

17મી લોકસભામાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલમાંથી ચૂંટણી જીતનારી બંગાળી અભિનેત્રી મિમી ચક્રવર્તી અને નુસરત જહાં મંગળવારે સંસદમાં શપથ લેવા પહોંચી હતી. અભિનેત્રીમાંથી સાંસદ બનેલી બન્ને સ્ટાર્સે શપથ લીધા બાદ સ્પીકર ઓમ બિરલાના આશીર્વાદ લીધા હતા.

19 જૂનના રોજ તુર્કીમાં બિઝનેસમેન નિખિલ જૈન સાથે નુસરતે હિન્દુ અને ક્રિશ્ચન વિધિથી લગ્ન કર્યાં. લગ્નના કારણે નુસરત લોકસભા શપથ ગ્રહણ સમારોહમાં પહોંચી શક્યા નહતાં. નુસરતે 20 જૂનની સવારે પોતાના લગ્નની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી. જેમાં તે હિન્દુ રિતી રિવાજથી ફેરા લેતા જોવા મળ્યાં હતાં.

સંસદ સત્રમાં નુસરત જહાં પારંપરિક અંદાજમાં જોવા મળી હતી. નવવધુ નુસરતના માથામાં સિંદુર અને હાથોમાં મહેંદી અને ચુડો જોવા મળ્યો હતો. નુસરત ઉપરાંત અભિનેત્રી મિમી ચક્રવર્તીએ પણ સાંસદ તરીકે શપથ લીધા.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી