September 26, 2022
September 26, 2022

નુસરત જહાંએ પતિ સાથે શેર કરી સૌથી રોમેન્ટિક તસવીર Pics

બંગાળી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ 19 જૂને તૂર્કીમાં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા અને 4 જુલાઈએ કોલકાતામાં ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન આપ્યું. જેના કેટલાંક વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર શર કરાયા છે. આ રિસેપ્શનમાં સીએમ મમતા બેનર્જીથી લઈને સાંસદ મીમી ચક્રવર્તી સુધીના સેલેબ્સ આવ્યા હતા. મરૂન વેલવેટ લહેંગામાં નુસરત બેહદ ખુબસુરત લાગતી હતી.

TMC સાંસદ બન્યા બાદથી સતત ચર્ચામાં રહેલી બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ ગત રાત્રે તેનાં લગ્નની રિસેપ્શન પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ઘણાં પોલિટિકલ અને ફિલ્મી હસ્તીઓ પહોંચ્યા હતાં. ગત રાત્રે આ ગ્રેન્ડ રિસેપ્શન પાર્ટીની ઘણી તસવીર વાયરલ થઇ હતી.

આ તસવીરમાં નુસરત અને નિખિલની વચ્ચે રોમેન્ટિક કેમેસ્ટ્રી સ્પષ્ટ જોઇ શકાય છે. તો નુસરતનાં ફેન્સ તેમને આ તસવીર પર વધામણી આપી રહ્યાં છે. તસવીરની કેપ્શનમાં નુસરત દિલની વાત પણ કરે છે.

તેણે લખ્યુ છે કે, જ્યારે પણ હું મારી આંખો બંધ કરુ છુ તો હું મારા દિલમાં ફેલાયેલી તારા પ્રેમની રોશની જોવું છું. મને આટલી ખુશી આપીને તે મારું જીવન બદલી દીધુ છે. તુ મને પૂર્ણ કરે છે. હું તારી સાથે કંઇક ખાસ થઇ જવું છું.

પશ્ચિમ બંગાળની મુખ્ય મંત્રી મમતા બેનર્જી અને નુસરતની ખાસ મિત્ર મિમી ચક્રવર્તી નજર આવી હતી. આ બંનેની તસવીરો લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. લોકોએ આ તસવીરને નુસરત-નિખિલની સૌથી રોમેન્ટિક તસવીર ગણાવી છે.

નુસરતે 19 જૂનનાં રોજ નિખિલ સાથે તુર્કીમાં લગ્ન કર્યા આ લગ્ન સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં છવાયેલાં રહ્યાં. નુસરતે હિન્દુ અને ક્રિશ્ચન બંને રિતિ રિવાજથી લગ્ન કર્યા. લગ્ન બાદ તે સિંદૂર અને ચૂડો પહેરીને પહેલી વખત સંસદમાં શપથ લેવા પહોંચી હતી ત્યારે સૌ કોઇ તેને નિહાળતા રહી ગયા હતાં.

નુસરત બંગાળી સિનેમાની પ્રખ્યાત એક્ટ્રેસ છે. અને હવે TMCની સાંસદ પણ છે. તો બીજી તરફ નિખિલ કોલકાતાનો જાણીતો બિઝનેસ મેન છે.

નુસરત અને નિખિલે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ બંનેની પહેલી મુલાકાત 2018માં દુર્ગા પૂજા સમયે થઇ હતી.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી