ભાજપના ગઢ ગુજરાતમાં TMCના પગપેસારાના એંધાણ…!

ગુજરાતમાં ભાજપનું એકહથ્થુ શાસન તોડવા આવી રહી છે દીદી

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનું શાસન છે. જોક, ગુજરાતમાં રાજકારણમાં આગામી દિવસોમાં નવા સમીકરણો સર્જાય તેવા એંધાણ વર્તાયા છે કેમકે, આમ આદમી પાર્ટીના પ્રવેશ બાદ વધુ એક રાજકીય પક્ષ ગુજરાતમાં પગપેસારો કરે તેવી શક્યતા જોવાઇ રહી છે .

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં મમતા દીદીની એન્ટ્રીને પગલે ભાજપની ચિંતા વધારો થઇ શકે છે. ભાજપના ગઢ ગણાતા ગુજરાતના અમદાવાદમાં ગીતા મંદિર એસટી ડેપોની અંદર તૃણમૂલ કોંગ્રેસનું મોટું હોર્ડિંગ લગાવાયું છે. જેમાં 21 જુલાઈ શહીદ દિવસ નિમિત્તે મમતા બેનર્જી વર્ચ્યુઅલ સંબોધન કરશે તેવુ જણાવાયુ છે. પશ્ચિમ બંગાળમાં TMC ના કાર્યકરોના મોત થયા હતા, એમની યાદમાં શહીદ દિવસ મનાવાય છે. આ પોસ્ટર ઉપર ગુજરાત પ્રદેશ TMCનો ઉલ્લેખ કરાયો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોવિડ 19 મહામારીને કારણે સતત બીજા વર્ષે વચ્યુઅલી લોકોને સંબોધિત કરશે. મમતા બેનરજીના ભાષણને પશ્ચિમ બંગાળ ઉપરાંત પહેલીવાર તમિલનાડુ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, ગુજરાત, ઉત્તર પ્રદેશ જેવા બીજા રાજ્યોમાં પણ પ્રસારિત કરવામાં આવશે. આ પોસ્ટર પર લખ્યુ કે, મમતા બેનરજી 21 જુલાઈના રોજ બપોરે 2 વાગ્યે વરચ્યુઅલી સંબોધિત કરશે. મમતા દીદીના તસવીરવાળા બેનર ગુજરાતમાં લાગ્યા છે.

 87 ,  1