સંકટમોચક મનોહરને સત્યમને ઉગાર્યું, હવે લક્ષ્મી વિલાસ બેંકને ઉગારશે..?

ગ્રાહકોએ 24 કલાકમાં 10 કરોડ રૂપિયા કાઢ્યા, બેંકની પાસે પૂરતા નાણાં..

RBIને તમિલનાડુની 94 વર્ષની જુની લક્ષ્મી વિલાસ બેંકને સંકટમાંથી બહાર લાવવા ટી.એન. મનોહરનને જવાબદારી સોંપી છે. બેંકના બોર્ડને હટાવ્યા બાદ મનોહરનને એડ્મિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા છે.

મનોહરન આ પહેલા સત્યમ કમ્પ્યુટર્સ સર્વિસીસ લિમિટેડને સંકટમાંથી બહાર લાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનોહરન 2006–07 દરમિયાન The Institute of Chartered Accountants of Indiaના પ્રમુખ રહી ચૂક્યા છે.

કેન્દ્ર સરકારે તમિળનાડુની પ્રાઈવેટ સેક્ટરની લક્ષ્મી વિલાસ બેંકમાંથી ઉપાડ પર લિમિટ મૂકી દીધી છે. ગ્રાહક હવે 16 ડિસેમ્બર સુધી બેંકમાંથી રોજના વધુમાં વધુ 25 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. લક્ષ્મી વિલાસ બેન્કમાંથી રકમ કાઢવાની સીમા નક્કી થયા બાદ બુધવારથી તેની શાખાઓ પર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. માત્ર 24 કલાકમાં બેન્કમાંથી 10 કરોડ રૂપિયાથી વધુની રકમ કાઢવામાં આવી છે. 

મનોહરન કેનરા બેંકના બિન-કાર્યકારી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જ્યારે સત્યમ કમ્પ્યુટર્સ સંકટ સામે આવ્યું ત્યારે સરકારે મનોહરનને સત્યમ કમ્પ્યુટર સર્વિસીસ લિમિટેડના બોર્ડમાં નિયુક્ત કર્યા. કંપનીને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ Accounting Research Foundation of ICAI અને National Committee on Accounting Standards of Confederation of Indian Industryના ચેરમેન પણ રહી ચુક્યા છે.

તેમણે કહ્યું હતું કે ગ્રાહકોના નાણાં સંપૂર્ણપણે સલામત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બેંક ડીબીએસ બેંક ઈન્ડિયા સાથે આરબીઆઇએ નક્કી કરેલી નિયત સમયમર્યાદામાં મર્જ થઈ જશે. બેન્ક પર લેવડ દેવડને લઈને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને પ્રતિ ખાતા 25,000 રૂપિયાની ઉપાડ મર્યાદા મુકવામાં આવી છે.

અફવા બાદ જામી ભીડ

મહત્વપૂર્ણ છે કે ભારતીય રિઝર્વ બેન્કે દક્ષિણ ભારત કેન્દ્રિત લક્ષ્મી વિલાસ બેન્કને એક મહિનાના મોરેટોરિયમ પર નાખી દીધા હતા. એમ કહેવામાં આવ્યુ કે આગામી એક મહિના સુધી બેન્કમાંથી કોઇ પણ ગ્રાહક 25 હજાર રૂપિયાથી વધુ કાઢી નહી શકે. આ સમાચાર આવતા જ ગ્રાહકોમાં ચિંતા વધી ગઇ હતી અને તેની બ્રાંચ સામે ભીડ જોવા મળી હતી. RBIના રકમ કાઢવાના આદેશ પછી લોકો બ્રાંચ સામે ઉમટી પડ્યા હતા. Lakshmi Vilas Bank

બેન્ક એડમિનિસ્ટ્રેટર ટીએન મનોહરને કહ્યુ કે બેન્કની શાખામાં ભારે દબાણ છે અને લોકો પૈસા કાઢી રહ્યા છે. અફવાને કારણે ગ્રાહક પૈસા કાઢી રહ્યા છે, તેમણે કહ્યુ કે બેન્કની શાખામાંથી પૈસા કાઢવામાં વધારો થઇ શકે છે તથા દબાણ વધી શકે છે. જેને જોતા બેન્ક સીનિયર નાગરિકો, મહિલાઓ, દિવ્યાંગ વગેરે ગ્રાહકો માટે સ્પેશ્યલ કાઉન્ટર બનાવવાનું વિચારી રહ્યા છે.

બેંકની પાસે પૂરતા નાણાં : ટીએન મનોહરન

રિઝર્વ બેંક દ્વારા નિયુક્ત લક્ષ્મી વિલાસ બેંકના એડમિનિસ્ટ્રેટર ટી. એન. મનોહરને બુધવારે કહ્યું હતું કે બેંકની પાસે ડિપોઝીટર્સના પૈસા પરત કરવા માટે પૂરતા નાણાં ઉપલબ્ધ છે.

મનોહરને લક્ષ્મી વિલાસ બેંકના ડિપોઝીટર્સને આશ્વાસન આપતા કહ્યું હતું કે તેમની જમા રકમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમને ભયભીત થવાની જરૂર નથી.

આ સાથે તેમણે કહ્યું હતું કે લક્ષ્મી વિલાસ બેંકનું ડીબીએસ ઈન્ડિયા સાથે વિલિનીકરણ ઝડપથી સંપન્ન થવાની આશા છે. બેંકની પાસે 20000 કરોડ રૂપિયા જમા નાણાં છે જ્યારે તેણે 17000 કરોડ રૂપિયા લોન પેટે આપી રાખ્યા છે.

 96 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર