અરવલ્લીના સાકરીયા ખાતે કેટલફીડ પ્લાન્ટ સ્થાપશે…

પ્લાન્ટ પાછળ અંદાજે રૂપિયા ૧૫૦ કરોડનો ખર્ચ કરાયો..

ભારતમાં ડેરી ઉદ્યોગનું આગવું મહત્વ રહેલું છે .આખા વિશ્વમાં ડેરી ઉદ્યોગમાં ભારતનું પોતાનું મહત્વ રહેલું છે .મળતી માહિતી મુજબ ,સાબર ડેરી દ્વારા અરવલ્લીના સાકરીયા ખાતે કેટલફીડ પ્લાન્ટ સ્થાપશે.જાણકારી પ્રમાણે આ પ્લાન્ટ પાછળ અંદાજે રૂપિયા ૧૫૦ કરોડનો ખર્ચ થશે.

ઉલ્લેખનીય છે કે ,આ પ્લાન્ટ સ્થાપવા માટે આવનાર કેબિનેટની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી મળશે.આ પ્લાન્ટ આશરે 18 એકર જમીનમાં બનાવવામાં આવશે.સૂત્રો અનુસાર આ પ્લાન્ટનું કામ આશરે આઠ મહિનામાં પૂર્ણ થશે.મહત્વનું છે કે ,આ નવો પ્લાન્ટ સ્થપાયા બાદ સાબરડેરીના હાજીપુર કેટલફીડમાં કામનું ભારણ ઘટશે .
આ ઉપરાંત સાકરીયામાં સાબરદાણ નો ઉત્પાદન શરૂ થતા દૂધ ઉત્પાદકોને ઝડપથી દાણ મળતું થશે.

આમ , ઉદ્યોગમાં નવું ઇનોવેશન થાય ત્યારે જ વિકાસની નવી દિશા પ્રાપ્ત થાય છે .

 50 ,  1