કેબલ-ડીટીએચ ગ્રાહકો પાસે હવે બસ ત્રણ દિવસ બાકી રહ્યા છે. 31 માર્ચ સુધી પોતાની મનપસંદ ચેનલ્સનું સિલેક્શન કરવાનું છે. જો નહીં કરવામાં આવે તો તમારુ સેટ એપ બોક્સ બંધ થઇ જશે. ચેનલ સિલેક્ટ કરવા માટે બસ થોડો સમય બાકી છે. જોકે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડીયનના નવા નિયમ 1 એપ્રિલ થી લાગૂ થઇ જશે.
તમને જણાવી દઇએ કે પહેલા તેની ડેડલાઇન 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી, ત્યારબાદ તેને વધારીને 31 માર્ચ કરવામાં આવી હતી. 1 એપ્રિલથી ટ્રાઇના કેબલ અને ડીટીએચ ઓપરેટર્સ માટે નિયમ લાગૂ થઇ જશે. ત્યારબાદ ઓપરેટર્સ ગ્રાહકો પાસેથી ઇચ્છાનુસાર ભાડુ વસૂલ કરી શકશે નહી. ગ્રાહકો પાસે ટીવી ચેનલ સિલેક્ટ કરવાની આઝાદી હશે.
ગ્રાહકો જે ચેનલ જોવા માંગશે તેના જ પૈસા ચૂકવશે. તેના માટે પણ બ્રોડકાસ્ટર્સને પોતાની ચેનલનું બુકે તૈયાર કરવાનું છે. જોકે મોટાભાગના બ્રોડકાસ્ટર આમ કરી ચૂક્યા છે. જ્યારે તમે ટીવી જોશો તો સ્ક્રીન પર દરેક ચેનલનો ભાવ લખેલો હશે. કેબલ અથવા ડીટીએચ ઓપરેટર નક્કી કિંમતથી વધુ વસૂલી શકશે નહી.
150 , 3