ભારે પવન સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ

શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી મારી છે. શહેરમાં સતત બીજા દિવસે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. એસ.જી. હાઈવે અને એસ.પી. રિંગરોડ પર વાવાઝોડા જેવી ધુળની ડમરીઓ ઉડી છે. રવિવારની રજાનો લાભ લઈ અમદાવાદીઓ ધાબા અને રસ્તા પર નાહવા પણ નીકળ્યા છે.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. અમદાવાદના વસ્ત્રાપુર, બોપલ, થલતેજ, એસ.જી.હાઈવે પર વરસાદ પડી રહ્યો છે. સાથે સાણંદ, શાંતિપુરા સર્કલ, ઘુમામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગના મતે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તે પહેલા અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઇ ગયો છે. હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અને લોકોને કાળઝાળ ગરમીમાંથી ઠંડક મળી છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી